સાબરકાંઠાની આર.ટી.ઓ.માં બે પૈડાવાળા પ્રાઇવેટ વાહનો માટેના નંબર સીરીઝ - At This Time

સાબરકાંઠાની આર.ટી.ઓ.માં બે પૈડાવાળા પ્રાઇવેટ વાહનો માટેના નંબર સીરીઝ


આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની રી-ઓક્શન માટે તા.૧૬ ડિસેમ્બર થી રજીસ્ટ્રેશન કરાવી શકાશે
GJ09DR,GJ09DE,GJ09DF,GJ09DH,GJ09DJ,GJ09DK,GJ09DL,GJ09DM, ,GJ09DN, ,GJ09DP, ,GJ09DG નું RE AUCTION શરૂ કરવામાં આવેલ છે. તથા મોટરકાર(ચાર પૈડાંવાળા પ્રાઈવેટ વાહનો)ના નંબર માટે GJ09BF,GJ09BK,GJ09BG,GJ09BJ,GJ09BH,GJ09BL , GJ09BM, GJ09BN થતા ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે GH09AU, GH09AW નું રી- ઓક્શન કરવામાં આવેલ છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકે તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી વેબ સાઇટ https://Parivahan.gov.in/fancy પર ઓનલાઇન કરી રી-ઓકસનમાં ભાગ લઈ શકાશે. આ માટે તા.૧૬ થી ૧૮ ડિસેમ્બર ૨૦૨૪ ના દિવસે ૩.૫૯ કલાક સુધી AUCTION માટેનું ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે.તા.૧૮/૧૨/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ના રોજ દિવસે ૦૪.૦૦ સુધી AUCTION માટેનું BIDDING OPEN થશે. અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી સાત દિવસની અંદર CNA ફોર્મ ભરેલું હોવું જોઈએ. વેલીડ CNA ફોર્મ રજુ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે. હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના ૫(પાંચ) દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે.અરજદાર જો આ નિયમ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો જે તે નંબર મુળ ભરેલી રકમ જપ્ત કરી જે તે નંબરની ફરી હરાજી કરવામાં આવશે.ઓનલાઈન ઓકશન દરમ્યાન અરજદારે RBI ધ્વારા નકકી કરેલ દરે ચાર્જ ચુકવવાના રહેશે.વાહનના સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરાજના જ અરજદારોએ હરાજીમાં ભાગ અરજી કરી શકાશે.સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી,હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.