ધ્રાંગધ્રા વિધાનસભાના ભાજપ ઉમેદવાર દ્વારા નાના-મોટા ઉધોગોના વેપારીઓ સાથે બેઠક - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/blhjglsonr0ebs95/" left="-10"]

ધ્રાંગધ્રા વિધાનસભાના ભાજપ ઉમેદવાર દ્વારા નાના-મોટા ઉધોગોના વેપારીઓ સાથે બેઠક


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા વિધાનસભા પર ભાજપના ઉમેદવાર અને જાણીતા ઉદ્યોગપતિ પ્રકાશભાઇ વરમોરા દ્વારા હાઇવે નજીક સ્વસ્તિક પાટીઁ પ્લોટ ખાતે ઉધોગ જગતના વેપારી અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જેમા ચુંટણી સંદભેઁ તમામ રાજકીય પક્ષના ઉમેદવારો પોત પોતાના સગા અને સંબંધના ઉપયોગથી શક્ય તેટલા મતો અંકે કરવાની કાયઁવાહી શરુ કરાઇ છે ત્યારે ધ્રાંગધ્રા બેઠકના ઉમેદવાર તથા જાણીતા ઉદ્યોગપતિ પ્રકાશભાઇ વરમોરા દ્વારા વેપારી અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમા રાજ્ય સ્તરના વેપારી એસોસિયેશન હોદ્દેદારો તથા ધ્રાંગધ્રાના કાપડ જગતથી માંડીને નાના-મોટા એકમ ચલાવતા ઉધોગપતિ-વેપારીઓ સાથે ચચાઁ કરી હતી. ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા પોતે "ગુજરાત ફેડરેશન ઓફ ઇન્ડીયા"મા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા હોય જેથી ગુજરાતભરના વેપારીઓમાં તેઓની સારી નામના અને છાપ હોવાનો ફાયદો ઉઠાવી ભાજપ સરકાર વેપારીઓ, ગરીબો, ખેડુતોના હિતની સરકાર હોવાની વાતનો પ્રસ્તાવ મુકી ભાજપના શક્ય એટલા મતો અંકે કરવાની સફળ રણનિતી ઘડી બેઠક યોજી હતી આ બેઠકમા ધ્રાંગધ્રા તથા હળવદના વેપારી તથા ઉદ્યોગપતિઓ દ્વારા મોટી સંખ્યામા હાજરી આપી હતી. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]