જસદણના પાંચવડામાં કાલથી પિતૃઓના મોક્ષાર્થે ટાઢાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનૉ પ્રારંભ લાઇવ પ્રસારણ ઍટ ધિસ ટાઇમ ન્યૂઝ દ્વારા થશે - At This Time

જસદણના પાંચવડામાં કાલથી પિતૃઓના મોક્ષાર્થે ટાઢાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનૉ પ્રારંભ લાઇવ પ્રસારણ ઍટ ધિસ ટાઇમ ન્યૂઝ દ્વારા થશે


જસદણના પાંચવડામાં કાલથી પિતૃઓના મોક્ષાર્થે ટાઢાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનૉ પ્રારંભ લાઇવ પ્રસારણ ઍટ ધિસ ટાઇમ ન્યૂઝ દ્વારા થશે

કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગો સાથે વૃક્ષારોપણ બ્લડ ડોનેશન કેમ્પ ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પ રાસ ગરબા લોક ડાયરો અને મહાપ્રસાદ સહિતના સેવા કાર્યો યોજાશે

જસદણ તાલુકાના પાંચવડા ગામે સ્વ. મુક્તાબેન મનસુખભાઈ ટાઢાણી તથા ટાઢાણી પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથા પ્રારંભ તારીખ 22 તેમજ પૂર્ણાહુતિ 28 તારીખે કરવામાં આવેલ છે. કથા નો સમય સવારે 8:00 થી બપોરે 11:30 અને બપોરે 03 થી 06 કલાક રાખવામાં આવેલ છે. જૅમા પોથીયાત્રા સામૈયુ તારીખ 22 ને બુધવાર યોજાશે આ કથામા પાવનકારી અવલોકિક અને દિવ્ય પ્રસંગો જેમાં કપિલ જન્મ નરસિંહ જન્મ નંદ મહોત્સવ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ જાન આગમન સુદામા ચરિત્ર પરીક્ષિત મોક્ષ જૅવા પાવન કારી પ્રસંગો ઉજવવામાં આવશે આ કથાનું રસપાન વક્તા શાસ્ત્રી શ્રી પિયુષ પ્રસાદ ગીરીશભાઈ વ્યાસના સ્વમુખેથી સુમધુર વાણી દ્વારા પ્રભુ પ્રાગટ્યના અવલોકિત દિવ્ય ઉત્સવ અને દિવ્ય દ્રષ્ટિથી નિહાળવા મળશે. આ સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ એટ ધીસ ટાઇમ ન્યુઝ દ્વારા કરવામાં આવશે તેમજ શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આટકોટ સંચાલિત શ્રી કે ડીપી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ફ્રી સર્વેરૉગ નિદાન કેમ્પ તારીખ 26 અને રવિવારે સમય સવારે 8:00 થી બપોરે 01 સુધી રાખવામાં આવેલ છે તેમજ આધુનિક સુવિધા વાળું ઓપરેશન થિયેટર સાથે મેડિસિન વિભાગ દૂરબીન દ્વારા તમામ પ્રકારના ઓપરેશન ઓર્થોપેડિક અને ન્યુરો સર્જરી વિભાગ બાળ રોગ વિભાગ સ્ત્રી રોગ વિભાગ કાન નાક ગળાનો વિભાગ પેથોલોજી વિભાગ ડાયાલિસિસ વિભાગ આઈસીયુ એનઆઈસીયુ વિભાગ 24 કલાક સારવાર લેબોરેટરી સીટી સ્કેન સહિતની સુવિધાઓ સાથે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ દ્વારા તમામ સારવાર મફતમાં કરવામાં આવશે. તથા ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, લોક ડાયરો, રાસ ગરબા મહાપ્રસાદ જૅવા વિવિધ ધાર્મિક કાર્યો કરવામાં આવશે જે સ્થળ બસ સ્ટેન્ડ પાસે ભદ્રાવતી નદીના કાંઠે ગામ પાંચવડા તાલુકો જસદણ જીલ્લો રાજકોટ ખાતે કથાનું આયોજન રાખવામાં આવેલ છે. આ ઉપરાંત તારીખ 26 ને રવિવારે રાત્રે 9:00 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં લોકગાયિકા યોગીતાબેન પટેલ, હાસ્ય કલાકાર મિલનભાઈ તળાવિયા, લોકગાયિકા નેન્સીબેન પટેલ લોક ડાયરાની જમાવટ કરશે. આ કથામાં વિવિધ ધાર્મિક કાર્યોનો લાભ લેવા અને કથાનું રસપાન કરવા મનસુખભાઈ દેવરાજભાઈ ટાઢાણી, નિર્મળાબેન મનસુખભાઈ ટાઢાણી કલ્પેશભાઈ મનસુખભાઈ ટાઢાણી, સાગરભાઇ મનસુખભાઈ ટાઢાણી તથા સમસ્ત ટાઢાણી પરિવાર દ્વારા સર્વે ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.

રિપોર્ટ હર્ષદ ચૉહાણ તથા નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.