કાલથી સરગમ કલબ દ્વારા વિનામૂલ્યે ત્રિવેણી સંગમ કાર્યક્રમનો પ્રારંભ - At This Time

કાલથી સરગમ કલબ દ્વારા વિનામૂલ્યે ત્રિવેણી સંગમ કાર્યક્રમનો પ્રારંભ


રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં સરગમ કલબ દ્વારા કાલથી તા.10 થી 12 એમ ત્રણ દિવસ જાહેર જનતા માટે ત્રિવેણી સંગમનો કાર્યક્રમ નિહાળવા માટે રાજકોટવાસીઓમાં ભારે ઉમંગ નો માહોલ જોવા મળી રહ્યો છે. આ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં હિન્દી હાસ્ય કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં દેશના પ્રખ્યાત કવિ અને વ્યંગકાર કુમાર વિશ્વાસ ઉપસ્થિત રહેવાના છે.

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યુ છે કે તારીખ 10મી જૂને રાત્રે 8:30 વાગે રમેશ પારેખ રંગદર્શન (રેસકોર્ષ) ખાતે જાહેર જનતા માટે હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે જેનું નેતૃત્વ દેશના જાણીતા કવિ કુમાર વિશ્વાસ કરશે. તા.11મીએ રાત્રે 8:30 વાગ્યે રેસકોર્સમાં જ મ્યુઝીકલ મેલોઝ પ્રસ્તુત સંગીત સંધ્યા યોજાશે. રાજુ ત્રિવેદી પ્રસ્તુત આ સંગીત સંધ્યામાં ગોવિંદ મિશ્રા ( મુંબઈ ), નાનું ગુર્જર ( મુંબઈ ), રૈના લહેરી (મુંબઈ ) મનીષા કરન્ડીકર (મુંબઈ ) અને નફીસ આનંદ (અમદાવાદ ) જુના નવા ગીતોની રમઝટ બોલાવશે.

તા. 12મીને રાત્રે 8:30 વાગ્યે હસાયરો યોજાશે. આ હસયારામાં -માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમા લોકોને હસાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon