રખિયાલ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એમ. એમ.ગઢવી ની આખરે થઇ બદલી - At This Time

રખિયાલ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એમ. એમ.ગઢવી ની આખરે થઇ બદલી


દહેગામ તાલુકા ના રખિયાલ પોલીસ સ્ટેશનમાં એમ એમ ગઢવી ની નિમણૂક થઈ ત્યારથી લોક ચર્ચાઓ માં ચાલી રહ્યા હતા જેવી કે દેશી દારૂ ઇંગલિશ દારૂ ના અડ્ડા ધમધમી રહ્યા હતા જે બહારની એજન્સીઓને દેખાતા હતા પરંતુ સ્થાનિક લેવલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. ઇંગ્લિશ દારૂની ગાડીઓ પકડવામાં આવતી તો તેમાંથી માલ કાઢી લઈ અડધો માલ મુદ્દા માલમાં બતાવવામાં આવતો મુદ્દા માલ નો નાશ કરવા માટેનો દારૂ રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી નાશ કરવા માટે લઈ જવાનું હોય તે સમયે પણ તેમાંથી દારૂ ચોરવામાં આવતો હતો.રખિયાલ બજારમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે તેનો નિકાલ થતો નથી અને તેમની ફરિયાદો વધી જતા એસ.પી. દ્વારા આજે પીએસઆઇ એમ એમ ગઢવી ની બદલી કરી હતી જેમાં હવે જોવું એ રહ્યું કે આ નવા પીએસઆઇ આવનાર રખિયાલ પોલીસ સ્ટેશનમાં કેવા પગલાં લેશે અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા કોન્સ્ટેબલ ની સાથે કેવી રીતે કામ લેશે.તે ટૂંક સમયમાં સામે આવશે


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.