સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા યોજાયેલ આંતર કોલેજ કબ્બડી સ્પર્ધામાં ભાયાવદરની કોલેજે ૧૦મી વખત વગાડ્યો ચેમ્પિયનનો ડંકો - At This Time

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા યોજાયેલ આંતર કોલેજ કબ્બડી સ્પર્ધામાં ભાયાવદરની કોલેજે ૧૦મી વખત વગાડ્યો ચેમ્પિયનનો ડંકો


વિજેતા ટીમનું શહેરમાં ભવ્ય વિજય સરઘસ યોજી ડીજે ના તાલે હારતોરા કરી સન્માન અને અભિવાદન કરાયું

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૨, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ કબડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા-જુદા કોલેજની અલગ-અલગ ૩૫ જેટલી ટીમોએ આ કબ્બડી સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો ત્યારે આ કબડી સ્પર્ધાની અંદર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામની એચ.એલ. પટેલ કોલેજના વિદ્યાર્થીઓની ટીમ ચેમ્પિયન થતા ભાયાવદર શહેરની અંદર વિજેતા ટીમનો ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામની એચ.એલ. પટેલ કોલેજના વિદ્યાર્થીઓ આ કબડીની અંદર ચેમ્પિયન થયા છે જેમાં ફાઇનલ મેચની અંદર જામનગરની ડી.કે.વી. કોલેજના વિદ્યાર્થીઓની ટીમને પરાજિત કરીને ચેમ્પિયન થઈ છે જેને લઈને સમગ્ર કોલેજ પરિવાર દ્વારા આ વિજેતા ટીમનું ભાયાવદર શહેરમાં વિશેષ સ્વાગત અને અભિવાદન સાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ભાયાવદરની આ કોલેજ અગાઉ પણ નવ જેટલી વખત કબ્બડીની અંદર ચેમ્પિયન થઈ ચૂકી છે અને હાલ આ ટીમ ફરી દસમી વખત ચેમ્પિયન થઈ હોવાનું શાળાના આચાર્ય ડો. એમ.ડી. સૌસાણીએ જણાવ્યું છે અને સાથે-સાથે જ અગાઉ પણ પાંચ વખત આ કોલેજની ટીમ રનર્સ અપ પણ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે જેથી યુનિવર્સિટી લેવલે ચેમ્પિયન થયેલી ટીમનું વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા ડીજેના તાલ અને હારતોરા કરી પુષ્પો વરસાદ સાથે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા.

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી કેમ્પસમાં રમવામાં આવેલ આ કબ્બડી સ્પર્ધામાં ૩૫ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાયનલ મેચની અંદર જામનગરની ડી.કે.વી. કોલેજ સામે ભાયાવદરની કોલેજે જીત મેળવતા ટીમના કોચ દ્વારા તેઓને અભિનંદન આપતાની સાથે જ ગૌરવની લાગણી પણ અનુભવી હતી અને ભવિષ્યમાં પણ આવી જ રીતે અન્ય રમતોમાં પણ કોલેજની ટીમ અવ્વલ આવશે તેવું જણાવ્યું હતું

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામની કોલેજના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી લેવલે દસમી વખત ચેમ્પિયન થતા ટ્રસ્ટી મંડળ તેમજ આચાર્ય અને કોલેજના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિજેતા થયેલી ટીમને સન્માનિત કરવા અને તેમની આ સુંદર કામગીરીને બિરદાવવા માટે શહેરના મુખ્ય માર્ગો પર કુમકુમ તિલક કરી હાર તોરા કરી અને પુષ્પ વર્ષા સાથે ભવ્ય સ્વાગત અને અભિવાદન કરી શુભેચ્છાઓ અને શુભકામનાઓની વર્ષા કરી હતી.

આ તકે કોલેજના ટ્રસ્ટી રમેશભાઈ પટેલ, સી.એમ. વાછાણી, સી.વી. જાવિયા, ડી.કે. દુદાણી તેમજ કોલેજના આચાર્ય ડો. એમ.ડી. સૌસાણી અને કોલેજના કેમ્પસ અમ્બ્રેસેડર વી.વી. સુતરીયા સાથે ટીમના કોચ ડો. જેનીશ ભીજાણી ઉપરાંત કોલેજ પરિવારમાં શિક્ષકો, સ્ટાફ મેમ્બરો અને વિદ્યાર્થીઓ સહિતના સૌ કોઈ આ ઉજવણીમાં અને ઉત્સવમાં જોડાયા હતા અને શુભકામનાઓ અને અભિનંદન પાઠવાયા હતા.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.