ધંધુકા ખાતેની કીકાણી કોલેજમાં વિધાર્થીઓના પ્રવેશથી વંચિત બાબતે કુલપતિ દ્વારા હિતમાં નિર્ણય ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય,રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમની રજૂઆત ફળી
ધંધુકા ખાતેની કીકાણી કોલેજમાં વિધાર્થીઓના પ્રવેશથી વંચિત બાબતે કુલપતિ દ્વારા હિતમાં નિર્ણય ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય,રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમની રજૂઆત ફળી
અમદાવાદ જિલ્લાની ધંધુકા તાલુકા ખાતે આવેલ કિકાણિ કોલેજ ધંધુકા , રાણપુર અને ધોલેરા તાલુકાની એકમાત્ર કોલેજ છે. ચાલુ પ્રથમ વર્ષમાં ગુજરાત યુનિવર્સિટિએ મંજૂરી આપેલી આર્ટ્સ વિભાગની 264 બેઠક ભરાઈ ગઈ છે જ્યારે કોમર્સ વિભાગની પ્રથમ વર્ષની 150 જગ્યા પુરાઈ ગઈ છે. હાલ કોલેજના પ્રથમ વર્ષમાં આશરે 400 જેટલા વિધાર્થી પ્રવેશથી વંચિત રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી પ્રથમ વર્ષ પ્રવેશની સમસ્યા સર્જાતી હોય છે. જો જગ્યા તથા ક્લાસ વધારવામાં આવે તો જ આ પ્રશ્ન હળવો બને તેમ છે. ખરેખર ધંધુકા ને જો બીજી કોઈ સરકારી કોલેજ કે સેલ્ફ ફાયનાન્સ કોલેજ શરૂ કરવામાં આવે તો પણ આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવે.આ પ્રશ્નને લઈને ધારાસભય કાળુભાઇ ડાભી, પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ અને સામાજિક સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમ દ્વારા કુલપતિને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી તે પછી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ધંધુકા ટીમ દ્વારા આંદોલનની ચીમકી આપી હતી ત્યારે કોલેજના વહીવટકરતા અને કુલપતિ દ્વારા પ્રવેશથી વંચિત રહેલ તમામ વિધાર્થીઓને એડમિશન આપવાની મંજૂરી આપેલ છે. તેથી પ્રથમ વર્ષમાં પ્રવેશથી વંચિત રહેળ વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર ઘણી શકાય તેમજ કુલપતિ દ્વારા આ નિર્ણય લેવા બદલ બંને ધારાસભ્યઑ તેમને વહીવટકર્તા તથા કુલપતિનો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.