વડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી મહાકાય મગરનો મૃતદેહ મળ્યો ,
વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાંથી આજે મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો હતો . જેને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી વનવિભાગને સોંપવામાં આવ્યો છે . ત્યારે કરજણના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ દીપડાનો મૃતદેહ મળ્યો છે . વડોદરાના પરશુરામ ભઠ્ઠાની પાસે દર્શનમ ફ્લેટ નજીક આજે વિશ્વામિત્રી નદીમાં અંદાજે 15 ફૂટના મહાકાય મગરનો મૃતદેહ તરતો દેખાયો હતો . જેથી સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા અને ફાયરબ્રિગેડની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી . મૃતદેહને વનવિભાગને સોંપવામાં આવ્યો છે . મગર સંરક્ષિત શિડ્યુલ -1 નું પ્રાણી હોવાથી વનવિભાગ દ્વારા મગરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જ્યાર બાદ તેના મોતનું સાચું કારણ જાણી શકાશે . ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 280 જેટલા મગર વસવાટ કરે છે . જેમની લંબાઇ ચાર ફૂટથી લઇને 18 ફૂટ સુધીની છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.