542 લોકસભા બેઠકોના 'પોલ ઓફ પોલ્સ':6 એક્ઝિટ પોલમાં NDA 350 પાર, I.N.D.I.A.ને 125-161 બેઠકો; MP, રાજસ્થાનમાં ભાજપને એકતરફી લીડ - At This Time

542 લોકસભા બેઠકોના ‘પોલ ઓફ પોલ્સ’:6 એક્ઝિટ પોલમાં NDA 350 પાર, I.N.D.I.A.ને 125-161 બેઠકો; MP, રાજસ્થાનમાં ભાજપને એકતરફી લીડ


લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે પરિણામ 4 જૂને આવશે. પરંતુ તે પહેલા વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. 6 એક્ઝિટ પોલમાં NDAને 350થી વધુ વોટ અને I.N.D.I.A.ને 125થી 161 બેઠકો મળવાની આશા છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા પોલ અનુસાર, I.N.D.I.Aને તામિલનાડુમાં 33-37 બેઠકો અને ભાજપને 2-4 બેઠકો મળવાની સંભાવના છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને એકતરફી લીડ મળતી જોવા મળી રહી છે. એમપીની 29 બેઠકોમાંથી ભાજપને 28થી 29 બેઠકો અને રાજસ્થાનમાં પણ 23થી 25 બેઠકો મળવાની ધારણા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.