અધીર રંજનના ‘રાષ્ટ્રપત્ની’ નિવેદન મુદ્દે ભાજપ આકરા પાણીએ : સ્મૃતિ ઈરાનીએ ફરી મોરચો સંભાળ્યો
નવી દિલ્હી,તા. 28 જુલાઇ 2022, ગુરુવાર આજે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની ટિપ્પણી પર ભારે હંગામો જોવા મળ્યો હતો. 'રાષ્ટ્રપતિ' માટે 'રાષ્ટ્રપત્ની' શબ્દનો ઉપયોગ કર્યો જેના કારણે સંસદ અને રસ્તા પર હંગામો થયો હતો. ભાજપે લોકસભામાં અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 'રાષ્ટ્રપત્ની' કહીને સંબોધનને ગુરુવારે 'ધૃણિત તથા સમસ્ત મૂલ્યો તથા સંસ્કારો વિરુદ્ધ’નું નિવેદન ગણાવ્યું હતુ. પોતાની દિકરીને કારણે વિપક્ષનો ટાર્ગેટ બનેલ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જ આ મામલે મોરચો સંભાળ્યો હતો અને આક્રમક અંદાજમાં લોકસભામાં વિરોધ કર્યો અને કહ્યું કે કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનનો "અપમાન" કરવાનો આરોપ લગાવ્યો. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને "રાષ્ટ્રપત્ની" કહ્યા બાદ માફીની માંગ કરી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણની આગેવાની હેઠળના કેટલાક સાંસદો પણ સંસદ પરિસરમાં પ્લેકાર્ડ સાથે આ નિવેદનનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. સીતારમને કહ્યું કે, રાષ્ટ્રપતિ શબ્દ પુરુષો અને મહિલાઓ બંને માટે સમાન રૂપથી ઉપયોગ થાય છે, જે એક સામાન્ય જ્ઞાન છે."Delhi | We are not going to tolerate this insult. We won't tolerate it as a nation. And we won't tolerate it as women. Shame on them for feeling ashamed of having a tribal woman as the President. They must apologise: BJP MP Rama Devi on Congress leader's 'Rashtrapatni' remark pic.twitter.com/uxeYoamI1w— ANI (@ANI) July 28, 2022 કોંગ્રેસ પક્ષ આદિવાસી મહિલાઓના સન્માનને પચાવી શક્યો નથી. ગરીબ પરિવારની દીકરી દેશની રાષ્ટ્રપતિ બને તે કોંગ્રેસ પાર્ટી પચાવી શકી નથી. તમે દેશના રાષ્ટ્રપતિનું અપમાન કરી રહ્યાં છો. મૌખિક ધોરણે પણ અધીર રંજનને કરેલ ટિપ્પણી પરત લેવાનું કહેવા છતા તેમણે નિવેદન પાછું ખેંચ્યું નથી આમ આ દ્રૌપદી મુર્મુનું અપમાન પાછું ન લીધું ગણાય. ઈરાનીએ આક્રમક તેવર સાથે હુમલો કરતા આક્ષેપ કર્યો કે, આદિવાસી વિરોધી, મહિલા વિરોધી, દલિત વિરોધી કોંગ્રેસે સશસ્ત્ર દળોના સુપ્રિમ કમાન્ડર ઓફ આર્મ ફોર્સનું અપમાન કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ ગૃહમાં હાજર છે હું તેમને પૂછવા માંગુ છું કે, દ્રૌપદી મુર્મુના અપમાનને મંજૂરી આપી છે ? સોનિયાજીએ સર્વોચ્ચ બંધારણીય પદ પર મહિલાનું અપમાન કરવાની મંજૂરી આપી ?આ દેશના રાષ્ટ્રપતિનું અપમાન છે. કોંગ્રેસે જવાબદારી સ્વીકરીને સંસદમાં અને દેશની જાહેરમાં માફી માંગવી જોઈએ. આ દેશના ગરીબોની માફી માગો. જે મહિલાએ પંચાયતથી સંસદ સુધી આ દેશની સેવા કરી છે. તમારા પુરુષ નેતાઓ તેમનું અપમાન કરી રહ્યા છે. સોનિયા ગાંધી પણ આ મામલે માફી માંગે, તેવી માંગણી ઈરાનીએ કરી છે.राष्ट्रपति शब्द पुरुषों और महिलाओं दोनों के लिए समान रूप से इस्तेमाल होता है। यह एक सामान्यज्ञान है: केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण, दिल्ली pic.twitter.com/qFT8r3Hc39— ANI_HindiNews (@AHindinews) July 28, 2022 શું છે સમગ્ર મમાલો ? આ સમગ્ર મામલો કોંગ્રેસ નેતાની વિવાદિત ટિપ્પણીને લઈને છે. કોંગ્રેસ સાંસદ અને લોકસભાના પૂર્વ વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ એક નિવેદનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 'રાષ્ટ્રપત્ની' કહીને સંબોધિત કર્યા હતા. સોનિયા ગાંધી સામે ઈડીનો સરકાર ઉપયોગ કરી રહી છે અને દેશની જનતા મોંઘવારી અને જીએસટીના વિષચક્રમાં પીસાઈ રહી છે તેના વિરોધ કરતા વિજય ચૌક જઈ રહેલ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ સાથે મળવા જઈ રહ્યાં હોવાનું નિવેદન આપતી વખતે દ્રૌપદી મુર્મુને એક વખત રાષ્ટ્રપતિ અને એક વખત રાષ્ટ્રપત્ની કહીને સંબોધતા આ સમગ્ર મામલો બિચક્યો હતો.જોકે આ અંગે ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે આ સ્લિપ ઓફ ટંગ છે એટલેકે જીભ લપસી જતા શબ્દ નીબળ્યો છે. ઈરાદાપૂર્વક દેશના મહામહિમનું અપમાન નથી. બીજેપી ખોટો અને પાયા વગરનો વિરોધ કરી રહી છે.લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં ભાજપે તેમના વિરુદ્ધ મોરચો ખોલતા કોંગ્રેસે પણ કહ્યું કે આ રાઇનો પહાડ બનાવવામાં આવી રહ્યો છે. અધીર રંજન ચૌધરીએ ભાજપા પર મોંઘવારી,અગ્નિપથ યોજના,બેરોજગારી વગેરે મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ સિવાય કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યુ કે, અધીર રંજન ચૌધરી પહેલા જ માફી માંગી ચૂક્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.