જસદણમાં સોમવારે દેવોના આર્કિટેક્ડ વિશ્વકર્માદાદાની જન્મજયંતિ પર હજજારો લોકો પુજન કરી યાદ કરશે
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણમાં આગામી તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ ને સોમવારના રોજ વિશ્વકર્મા જયંતિ હોય ત્યારે વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેકેટ વિશ્વકર્મા દાદાને હજજારો ભાવિકો તેમનું પુજન કરી ગર્વભેર યાદ કરશે. ભગવાન વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ દરવર્ષે દેશનાં મોટાભાગના વિસ્તારમાં ઉજવવામાં આવે છે. આ દિવસે યંત્રો સાધનોના દેવ ભગવાન વિશ્વકર્મા દાદાની પુજા કરવાની પણ પરંપરા અને તેમને માનનાર વર્ગ અનેકાએક સેવાકિય પ્રવૃત્તિઓ પણ કરે છે. આ જન્મજયંતિ અંગે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આ પ્રસંગે શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે વિશ્વકર્મા દેવના આશીર્વાદ હંમેશા લોકો પર રહ્યાં છે. અને તેમના થકી લાખો કારીગરોને રોજી રોટી મળી રહી છે. ત્યારે હિન્દુસ્તાનમાં આવનાર વર્ષોમાં હજું વધું પ્રગતિ થતી રહે અને દેશ નવી નવી ઊંચાઈ પ્રાપ્ત કરતો રહે એવી શુભેચ્છાઓ લોકોને હ્દયપૂર્વક પાઠવું છું. હિન્દુ ધર્મમાં ભગવાન વિશ્વકર્મા દાદાની પુજા દર જયંતિના દિવસે અનેરું મહત્ત્વ ધરાવે છે. ખાસ કરીને શિલ્પકાર અને એન્જિનિયર દાદાનું પુજન કરી અનેક કાર્યક્રમોમાં સહભાગી બને છે. આ દીવસે દરેક પ્રકારનાં કારીગર વર્ગ માટે ખાસ હોય છે તેથી સૌરાષ્ટ્રના ગામેગામ આ વિશ્વકર્માજયંતિ ઉજવવા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
