વેરાવળ સખી વનસ્ટોપ સેન્ટરમાં રહેલ અજાણી મુકબધીર મહીલાનું પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરતી વેરાવળ સીટી પોલીસ ::* - At This Time

વેરાવળ સખી વનસ્ટોપ સેન્ટરમાં રહેલ અજાણી મુકબધીર મહીલાનું પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરતી વેરાવળ સીટી પોલીસ ::*


*:: વેરાવળ સખી વનસ્ટોપ સેન્ટરમાં રહેલ અજાણી મુકબધીર મહીલાનું પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરતી વેરાવળ સીટી પોલીસ ::*

💫આજરોજ તા.૨૭/૦૮/૨૦૨૨ ના વેરાવળ સીટી પો.સ્ટે. ખાતે *વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલીકા અંજનાબેન બારડ નો અત્રે પો.સ્ટે. ખાતે ફોન આવેલ અને જાણ કરેલ કે, સાતેક દિવસથી પોતાના સેન્ટરમાં અભ્યમ્ ૧૮૧ ની ટીમ એક અજાણ્યા બહેરા-મુંગા બહેનને મુકી ગયેલ છે.* અને આ મહીલાના પરિવારની કોઇ ભાળ નહી મળતી હોવાથી આ મહીલાના પરિવારને શોધવા મદદરૂપ થવા જણાવેલ જે અનુસંધાને
💫વેરાવળ સીટી પો.સ્ટે. ના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના તથા માર્ગદર્શન થી વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે જઇ અજાણી મુકબધિર મહીલા બાબતે તપાસ કરતા *આ મહીલાને અભ્યમ્ ૧૮૧ ની ટીમ સુત્રાપાડા તાલુકાના અમરાપુર ગામના ફાટક પાસેથી લાવેલની હકીકત જણાયેલ અને મહીલા સાંભળી કે બોલી શકતા ન હોય જેથી મહીલાના શરીર પર રહેલ નિશાની ઓના તથા મહીલાના ફોટા તથા મેસેજ જીલ્લા એ.ઓ.બી શાખામાં તથા વોટસેઅપ ગૃપોમાં તથા સોશ્યલ મીડીયા દ્રારા શેર કરતા સદરહુ મુકબધિર મહીલા સુત્રાપાડા તાલુકાના બંદર વિસ્તારમાંથી ગુમ થયેલાની હકીકત જણાયેલ* અને તેમના વાલી વારસના ફોન નંબર મળી આવતા તેમાં સંપર્ક કરતા સદરહુ *મહીલાના ભાઇ-જીજ્ઞેશભાઇ રતિલાલભાઇ બારીયા રહે.સુત્રાપાડા બંદર, મો.નં.૮૮૪૯૫૬૪૧૧૬* વાળાનો સંપર્ક થઇ જતા તેઓને તથા તેમના પરિવારને વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવતા મુકબધીર બહેન તેમના ભાઇને ઓળખી ગયેલ તેમજ *જીજ્ઞેશભાઇ રતિલાલભાઇ બારીયાની પુછપરછ કરતા મહીલાનું નામ-નિર્મળાબેન હોવાનું અને તેઓ ઉના તાલુકાના ગાંગડા ગામે સાસરે હોય અને તેઓના પતિ ફીશીંગ ના કામધંધા અર્થે બહાર ગયેલ હોય જેથી પોતાની સાથે રહેતા હોય તેઓને પોતાની સાથે લઇ જવાની હકીકત જણાવેલ જેથી આ બાબતે ખરાઇ ખાત્રી મુકબધિર મહીલાને સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ રૂબરૂ તેમના પરિવાર સોંપી આપી પ્રશંસનિય કામગીરી કરવામાં આવેલ છે.*
💫 *સારી કામગીરી કરનાર કર્મચારીઓ-* વેરાવળ સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ લક્ષ્મીબેન લખમણભાઇ મોરી તથા રાજેશભાઇ દાનાભાઇ આમહેડા તથા પો. કોન્સ. ભુપતભાઇ નાથાભાઇ સોલંકી તથા વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ-શિતલબેન, અંજનાબેન, કિંજલબેન નાઓએ આ સારી કામગીરી કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.