બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું - At This Time

બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું


બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા "પક્ષી બચાવો અભિયાન" તા. 14 અને 15 જાન્યુઆરી ના રોજ કુડાસણ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં લગભગ 50 થી 55 જેટલા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી અને તે સારવાર કરવા માટે ડો. સુનિલભાઈ રાવલ, ડો. મુકેશભાઈ પટેલ અને ડો. રાજેશભાઈ ત્રિવેદી એ વિનામૂલ્યે સેવા પ્રદાન કરી હતી તથા પક્ષી બચાવ કાર્ય માટે મૌલિક ભાઈ શુક્લ, જગતભાઈ દવે, મયુરભાઈ રાવલ, જીતેન્દ્રભાઈ જોશી, કામેશભાઇ પંડ્યા,ચંદ્રકાંત ભાઈ દવે, ભાવેશભાઈ દવે એ સ્વયં સેવક તરીકે ની સેવા પૂરી પાડી હતી અને આ કાર્ય માટે પ્રમુખ ફર્નિચર ના માલિક પ્રવીણભાઈ પટેલ દ્વારા વિનામૂલ્યે સારવાર માટે જગ્યા, ટેબલ ખુરશી અને પાણી ની વ્યવસ્થા કરી આપેલ હતી અને શાસ્ત્રી પુષ્પક શુક્લ અને જીતેન્દ્રભાઈ ઠાકર દ્વારા આ કાર્યક્રમ ની માહિતી લોકો સુધી પહોંચાડવામાં સોશ્યલ મીડિયા તથા બેનર અને વોટ્સેપ દ્વારા અજાણ કરી હતી તથા ટ્રસ્ટ ના પ્રમુખ અમિતભાઈ જોશી દ્વારા કાર્યક્રમ ની સફળતા માટે જે લોકો પક્ષી બચાવો અભિયાન મા જોડાયા તેમને સર્ટિફિકેટ અને ભેટ આપી સન્માનવામાં આવ્યા હતા. કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કૂતરાંઓને શુદ્ધ ઘી ના લાડુ ખવડાવી ને કરવામાં આવી હતી.


9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image