પોતે માતા બનવાની હોવાની બિપાશાની ઓફિશિયલ જાહેરાત

પોતે માતા બનવાની હોવાની બિપાશાની ઓફિશિયલ જાહેરાત


- આલિયા, સોનમ ની સાથે બિપાશા પણ પ્રેગનન્ટ- પ્રેગનન્સીની સત્તાવાર જાહેરાત માટે પતિ કરણ ગ્રોવર બેબી બમ્પ પર કિસ કરતો હોય તેવું ફોટો શૂટ કરાવ્યુંમુંબઈ : બોલીવૂડની સૌથી બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રી બિપાશા બસુ માતૃત્વ ધારણ કરી રહી છે. તે પ્રેગનન્ટ હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. આખરે બિપાશાએ જાતે જ પતિ કરણ ગ્રોવર બેબી બમ્પ પર કિસ કરતો હોય તેવો ફોટો શેર કરી પ્રેગનન્સીની ઓફિશિયલ જાહેરાત કરી છે.બિપાશા અને કરણ ગ્રોવરનાં લગ્ન છ વર્ષ પહેલાં થયાં હતાં. તે પછી બિપાશા પ્રેગનન્ટ છે તેવી અફવા એકથી વધુ વખત આવી ચુકી છે. જોકે, તાજેતરમાં તેના નિકટવર્તી વર્તુળોએ અગાઉ જ જાહેર કરી દીધું હતું કે બિપાશા માતા બની રહી છે એ વાત સાચી છે. પરંતુ, બિપાશા અને કરણ કદાચ ડિલિવરીનો સમય નજીક આવે ત્યારે કે પછી સીધા ડિલિવરી વખતે જ તેની જાહેરાત કરવા માગે છે. બિપાશાએ પ્રેગનન્સીની સત્તાવાર જાહેરાત માટે ખાસ ફોટો શૂટ કરાવ્યું છે. તેમાં પતિ કરણ બેબી બમ્પ પર કિસ કરતો હોય તેવો ફોટો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. બિપાશાએ ફોટા સાથે કેપ્શનમાં જણાવ્યું છે કે આપણે સૌ વ્યક્તિગત રીતે સફર શરુ કરીએ છીએ. તેમાંથી અમે બે થયાં અને હવે અમારા પ્રેમની ફળશ્રુતિ રુપે ત્રણ થવા જઈ રહ્યાં છીએ. બિપાશાની જાહેરાતની પોસ્ટ તુરંત વાયરલ થઈ હતી. બોલીવૂડના સંખ્યાબંધ અભિનેતા અને અભિનેત્રીઓ સહિત ફેન્સ દ્વારા તેના પર અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસ્યો હતો. બોલીવૂડમાં હાલ આલિયા ભટ્ટ અને સોનમ કપૂર પણ પ્રેગનન્ટ છે. આલિયાની ડિલીવરી ડેટ હજુ આગામી ડિસેમ્બરમાં છે. જોકે, સોનમ અને બિપાશા એ બંનેની ડિલીવરી ઘણી નજીક મનાઈ રહી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »