બિલકિસ બાનો કેસમાં આરોપીઓની માફીને સુપ્રીમ કોર્ટમાં પડકાર - At This Time

બિલકિસ બાનો કેસમાં આરોપીઓની માફીને સુપ્રીમ કોર્ટમાં પડકાર


નવી દિલ્હી તા. 23 ઓગષ્ટ 2022,મંગળવારપાંચ મહિનાનો ગર્ભ ધારણ કરેલી મહિલા ઉપર ગેંગરેપ અને હત્યાના બિલકિસ બાનો કેસમાં આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે. આ નિર્ણયને આજે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં ૧૧ આરોપીઓને સજા મુક્ત કરવા કે.નહીં તે અંગે રાજ્ય સરકારને વિચારણા કરવા જણાવ્યું હતું. ગુજરાત સરકારે નીમેલી એક કમિટીએ આરોપીઓના જેલવાસ અને સજા અંગે ચર્ચા કર્યા પછી આ કેસમાં દોષિત ઠરેલા ૧૧ આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા.આ અરજી અંગે દલીલ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસને જણાવ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના વિચારણા કરવાના આદેશને નથી પડકારી રહ્યા પણ આટલા ગંભીર ગુનામાં આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે તે નિર્ણયને પડકારી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે આ કેસ અંગે સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો.વધુ વાંચો : બિલકિસ બાનો રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 આરોપીઓને મુક્ત કરાયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.