સુઈગામના દૂધવા ગામે ૭૪મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ. - At This Time

સુઈગામના દૂધવા ગામે ૭૪મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ.


સુઈગામ તાલુકાના દુધવા ગામની પ્રાથમિક શાળામાં ૭૪મા પ્રજાસતાક દિનનો તાલુકા કક્ષાનો ધ્વજ વંદન" કાર્યક્રમ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી હતી,
જેમાં પ્રાંત અધિકારી એસ.એ.ડોડીયા ના વરદ્ હસ્તે ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું,કાર્યક્રમમાં પ્રાંત અધિકારી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને સ્વરછતા રાખવા જણાવાયું હતું, ધ્વજવંદન સમારોહમાં તાલુકાના તમામ ડિપારમેન્ટના અધિકારી-કર્મચારીગણ હાજર રહ્યા હતાં જેમા પ્રાંત અધિકારી એસ.એ.ડોડીયા, મામલતદાર પી.એમ.સોઢા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી કલ્પેશભાઈ ભાટીયા,તેમજ તાલુકા હેલ્થ ઓફિસર હિતેન્દ્ર ઠાકોર,પાણી પુરવઠાના એસ.ઓ પ્રતીક પટેલ અને પોલીસ સ્ટાફ અને ગામ લોકો ખાસ મોટી સંખ્યા મા હાજર રહેલ હતા એમા શાળાના નાના ભુલકાંઓ એ ખુબ સારા સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવ્યો હતા, જો કે મામલતદાર કચેરી સુઈગામ સેવક તરીકે ફરજ બજાવતા લખવારા રમેશભાઈ હમેશા તાલુકાના દરેક કાર્યક્રમને સફળ બનાવવા જવાબદારી સાથે ઉત્સાહપૂર્વક સારી કામગીરી કરે છે ત્યારે ખડે પગે રહીને આયોજન કરી "ધ્વજવંદન કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
mo.૯૯૨૫૯૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon