મનપાનો સત્તાવાર રોંગસાઈડ રસ્તો

મનપાનો સત્તાવાર રોંગસાઈડ રસ્તો


ગોંડલ રોડ ચોકડીએ બ્રિજનું કામ ચાલુ હોવાથી સર્વિસ રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો

ગટરનું ખોદકામ શરૂ કરી દેવાતા કોઠારિયાથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવા માગતા વાહનચાલકોને નાછૂટકે હાઈ-વે પર 500 મીટર સુધી રોંગસાઈડમાં ચાલવું પડે છે

રાજકોટ મહાનગરપાલિકા અને અન્ય વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રજાને ઘણી વખત પીસાવું પડે છે જેનો વધુ એક નમૂનો કોઠારિયા વિસ્તાર બન્યો છે જ્યાં રોડ તો ખખડધજ પહેલાથી હતા હવે ત્યાં જવા જેવું પણ રહ્યું નથી. ગોંડલ રોડ ચોકડીએ ઓવરબ્રિજ બની રહ્યો હોવાથી વિસ્તારમાં ટ્રાફિક થઈ રહ્યો છે. સ્વાતિ પાર્ક પાસે ડાયવર્ઝન કાઢ્યું છે બીજી તરફ માલધારી ફાટક પર ટ્રાફિકજામ અને આખા વિસ્તારમાંથી ભારે વાહન પસાર થતા હોવાથી રોડ ખોદાઈ ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »