છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલ કરતાં ૯૯ વ્યાપારી એકમો સામે રૂ.૨,૬૨,૦૦૦ માંડવાળ ફી વસુલાઈ: - At This Time

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલ કરતાં ૯૯ વ્યાપારી એકમો સામે રૂ.૨,૬૨,૦૦૦ માંડવાળ ફી વસુલાઈ:


છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલ કરતાં ૯૯ વ્યાપારી એકમો સામે રૂ.૨,૬૨,૦૦૦ માંડવાળ ફી વસુલાઈ:

અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

અમદાવાદ શહેર અને જિલ્લામાં તોલમાપ તંત્ર દ્વારા જેટલા વ્યાપારી એકમોએ પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલાતી હોય તેવા તમામ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તોલમાપ તંત્ર દ્વારા તા. ૩૧-૧૨-૨૦૨૩ ની સ્થિતીએ કુલ ૯૯ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વર્ષ ૨૦૨૨માં ૬૩ તથા વર્ષ ૨૦૨૩માં ૩૬ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ ૯૯ વ્યાપારી એકમો સામે છેલ્લા બે વર્ષમાં કુલ રૂ.૨,૬૨,૦૦૦ માંડવાળ ફી વસુલવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૨માં રૂ.૧,૪૯,૦૦૦ જ્યારે વર્ષ ૨૦૨૩માં રૂ.૧,૧૩,૦૦૦ જેટલી માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.