આતંકવાદી ટ્રેનિંગ કેમ્પમાં પહોંચ્યું ભાસ્કર:પોલીસ સ્ટેશનથી 700 મીટર દૂર રહેતા, પાડોશીને પણ ગંધ ન આવી; પહાડ પર હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લેતા - At This Time

આતંકવાદી ટ્રેનિંગ કેમ્પમાં પહોંચ્યું ભાસ્કર:પોલીસ સ્ટેશનથી 700 મીટર દૂર રહેતા, પાડોશીને પણ ગંધ ન આવી; પહાડ પર હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લેતા


રાજસ્થાન-હરિયાણા બોર્ડર પાસે 22 ઓગસ્ટે અલ-કાયદાનું ટ્રેનિંગ સેન્ટર પકડાયું હતું. આ કાર્યવાહી ખૈરથલ-તિજારા જિલ્લા (રાજસ્થાન)ના ભીવાડીમાં થઈ હતી. દિલ્હી પોલીસે સ્થળ પરથી 6 શકમંદની ધરપકડ કરી હતી. શકમંદો જંગલમાં એક ટેકરી પર હથિયાર ચલાવવાની તાલીમ લઈ રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી હથિયારો, દારૂગોળો અને આતંકવાદી વિચારધારાનાં પુસ્તકો જપ્ત કર્યાં છે. આ ઘટનાથી અનેક સવાલો ઊઠી રહ્યા છે આ સવાલોના જવાબો મેળવવા ભાસ્કર ટીમ ભીવાડી પહોંચી હતી, જ્યાં શકમંદોનો અડ્ડો હતો ત્યાં ગયા. અમે તે ટેકરી પર પણ ગયા હતા, જ્યાંથી 6 શકમંદની ધરપકડ કરવામાં આવી હતી. શંકાસ્પદ લોકોનું રહેઠાણ પોલીસ સ્ટેશનથી 700 મીટર દૂર હતું
જ્યારે ભાસ્કરની ટીમે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે શંકાસ્પદ લોકોએ ચૌપાનકી પોલીસ સ્ટેશનથી 700 મીટર દૂર સારેકલનમાં બે રૂમ (નંબર 83 અને 84) ભાડે રાખ્યા હતા. ગુરુવારે દિલ્હી પોલીસે બંને રૂમની તપાસ કરીને વસ્તુઓ જપ્ત કરી હતી. જે બિલ્ડિંગમાં પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી એમાં કુલ 105 રૂમ છે. ભાસ્કર ટીમે બંને રૂમમાં જઈને જોયું હતું. રૂમ નંબર 83માંથી એક જોડી ચંપલ, એક જોડી બૂટ, પાંચ ખાલી પાણીની બોટલ, પલાળેલા ચણા, ચોખા અને પાંચ તકિયા મળ્યાં હતાં. બાથરૂમમાંથી એક ડોલ મળી આવી હતી. રસોડામાં કોઈ ચીજવસ્તુઓ ન હતી. રૂમ નંબર 84માં ચપ્પલ સિવાય કશું જ નહોતું. 3 હજાર રૂપિયામાં રૂમ ભાડે રાખ્યો હતો
ભાસ્કરની ટીમે આ રૂમની આજુબાજુ રહેતા લોકો સાથે વાત કરી હતી. પૂછ્યું કે શું તેમને ક્યારેય શંકા થઈ હતી. બિલ્ડિંગ કેરટેકર નિઝામુદ્દીને જણાવ્યું કે તેણે બે મહિના માટે 3,000 રૂપિયામાં એક રૂમ ભાડે લીધો હતો. ક્યારેય બહુ ધ્યાન આપ્યું નથી. રૂમો પણ ઘણીવાર બંધ જોવા મળતા હતા. તે અહીં એક-બે વાર જ આવ્યા હશે. બાકીના લોકોએ કહ્યું કે તેમણે આ રૂમમાં કોઈને આવતા જોયા નથી. ભાસ્કરની ટીમે જંગલમાં 2 કિમી વિસ્તારમાં સર્ચ કર્યું
અહીંથી અમારી ટીમ ગાઢ જંગલોમાંથી પસાર થઈને સારેકલાન ટેકરી પર પહોંચી. એટીએસ અને દિલ્હી પોલીસે આ ટેકરી પરથી જ આતંકવાદી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ કર્યો હતો. અહીંથી છ શકમંદો હથિયારો સાથે ઝડપાયા હતા. એટીએસના જણાવ્યા અનુસાર, અહીં હથિયારોના ઉપયોગની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. ભાસ્કરની ટીમે જંગલમાં 2 કિલોમીટરના વિસ્તારમાં સર્ચ કર્યું હતું. ગ્રામજનોએ કહ્યું- પોલીસ ટીમ હાથકડી પહેરેલી વ્યક્તિને લઈને આવી હતી
ગ્રામીણ હાસમે જણાવ્યું- 22 ઓગસ્ટે સાંજે લગભગ 4 વાગ્યે અલવરના સારેકલાનના જંગલની અંદર આવ્યા હતા. એ પહેલા ATSના લોકો આવી ગયા હતા. દિલ્હી પોલીસ પણ જંગલમાં અંદર સુધી ગઈ હતી. તેમની સાથે આવેલા કમાન્ડો અંદર સુધી ગયા હતા. લગભગ એકથી દોઢ કિલોમીટર ઊંડું જંગલ આવરી લેવામાં આવ્યું હતું. એ બાદ અધિકારીઓ અહીંથી ચાલ્યા ગયા છે. ત્યારે તેમની સાથે એક શંકાસ્પદ વ્યક્તિ હતી, જેને હાથકડી પહેરાવવામાં આવી હતી. અન્ય કોઈ શંકાસ્પદ જોવા મળ્યો નહોતો. પોલીસ અહીંથી કોઈને લઈ જતી જોવા મળી ન હતી. એક કોલોનીમાંથી શંકાસ્પદ ઝડપાયા હતા. એ બાદ જંગલમાં લઈ આવ્યા. 5 મહિના પહેલાં જંગલમાં દાટેલી અજાણી મહિલાની લાશ મળી આવી હતી. લોકોને ડર હતો કે અહીં પણ આ જ કેસમાં તપાસ ચાલી રહી છે. ઈન્દોર ગામમાં એરફોર્સનો પ્રતિબંધિત વિસ્તાર
સારેકલાન ગામના જંગલની બીજી તરફ વાયુસેનાનો લગભગ 5થી 7 કિલોમીટરનો પ્રતિબંધિત વિસ્તાર છે. અજમેરી ગેટ પોલીસચોકી 200 મીટર નીચે છે. આ જંગલમાં ગામના 10થી 15 લોકો ઘેટાં-બકરાં પણ ચરાવે છે. પર્વતની ટોચ પર મોટાં વૃક્ષો છે. પહાડમાં પ્રવેશ માર્ગો દેખાય છે. નુહનું નલ્હડ મહાદેવ મંદિર- ગયા વર્ષે જ રમખાણો થયાં હતાં
આ જંગલથી નુહનું નલ્હડ મહાદેવ મંદિર 15 કિલોમીટર દૂર છે. વર્ષ 2023માં અહીં રમખાણો થયાં હતાં. પહાડો પરથી ભક્તો પર ગોળીઓ વરસાવવામાં આવી હતી. દિલ્હી પોલીસે રાજસ્થાન સહિત ત્રણ રાજ્યમાં કાર્યવાહી કરી હતી
22 ઓગસ્ટ ગુરુવારે દિલ્હી પોલીસે રાજસ્થાન સહિત ત્રણ રાજ્યમાં કાર્યવાહી કરી હતી. રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાંથી 14 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ શકમંદોના અલ-કાયદાના આતંકવાદી મોડ્યૂલ સાથે જોડાણ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ અધિકારીઓએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ રાજ્યોના પોલીસ દળો સાથે મળીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત દિલ્હી પોલીસે રાજસ્થાન પોલીસની મદદથી ખૈરથલ-તિજારા જિલ્લાના ભીવાડીમાં કાર્યવાહી કરી હતી. ચૌપાનકી પાસેના સારેકલાનના પર્વત પરથી છ શકમંદ ઝડપાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.