આણંદમાંથી વધુ 190 કિલો ગૌમાંસ ઝડપાયું - At This Time

આણંદમાંથી વધુ 190 કિલો ગૌમાંસ ઝડપાયું


આણંદ જિલ્લામાં ગૌ તસ્કરી અને ગૌ માસનું વેચાણ બેખોફ ચાલે છે. ગઈકાલે આણંદ બોરસદ ચોકડી પાસેથી 240 કિલો ગૌમાંસ પકડાયા બાદ સતર્ક થયેલી આણંદ શહેર પોલીસે બાતમી આધારે ખાટકીવાડમાં દરોડો પાડી જુદા જુદા પાંચ સ્થળે કતલખાના પકડી પાડ્યાં હતાં. આણંદ શહેર પોલીસે આણંદ ખાટકીવાડ વિસ્તારમાં દરોડો કરતા મોટા પ્રમાણમાં ગૌ વંશ અને ગૌ માંસનો જથ્થો ઝડપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ કાર્યવાહીમાં પોલીસે ગૌમાંસ ઉપરાંત હથિયારો પણ કબજે લીધાં હતાં. આ અંગે પોલીસે પાંચ અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon