રાજકોટમાં બિલ્ડર એસો.ના પ્રમુખે કહ્યું:’હવે સર્વે કરીને નિર્ણય લેવામાં આવે તો સારું’
રાજ્ય સરકાર દ્રારા જંત્રીને બમણી કરવાનો નિર્ણય 15 એપ્રિલ સુધી સ્થગિત કરવાના નિર્ણયને બિલ્ડર એસોસિએશને આવકાર્યો હતો. રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું કે,''હવે સર્વે કરીને નિર્ણય લેવામાં આવે તો સારું'
વધુમાં પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, અમારી પાંચ માંગો પૈકી પહેલી માંગ મુદ્દત વધારવાની હતી જે સરકારે માન્ય રાખી છે. હવે અમારી બીજી માંગ છે જેમાં બાંધકામના જંત્રીમાં એફોર્ડેબલ હાઉસમાં વધારો ન કરવા. સાથે સાથે જંત્રીમાં સર્વે કરીને તબક્કા પ્રમાણે એરિયા અને ગ્રામ્ય અને શહેરી કક્ષાએ અલગ અલગ ભાવ કરવાની માંગ કરી છે. રાજ્ય સરકારે આ માંગના આધારે સર્વે ચાલુ કર્યો છે ત્યારે આગામી દિવસોમાં આ વાતને પણ ધ્યાને લેશે તેવો દાવો કર્યો હતો. રાજ્યભરના ક્રેડાઇના સભ્યો આગામી દિવસોમાં મુખ્યમંત્રીને રજૂઆત કરીને બીજી માંગ અંગે ચર્ચા વિચારણા કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.