રાજકોટમાં આખરે ગરમીમાં ઘટાડો, તાપમાન 38.7 ડિગ્રી
રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી મહત્તમ તાપમાન 40 ડિગ્રી કરતા વધુ નોંધાયું છે અને તેમાં પણ બુધવારે પારો 44 ડિગ્રી સેલ્શિયસને આંબી ગયો હતો. આ કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા પણ શુક્રવારે બપોર બાદ ગરમીમાં રાહત અનુભવાઈ હતી અને મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું જે સામાન્ય કરતા પણ એક ડિગ્રી જેટલું ઓછું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.