ઝાલા બાવજીના મેળાની શૌર્ય ગાથા *અડર્પોદરા ના ડુંગરે ભાદરવા ના બીજા રવિવાર નો ઝાલા બાવજી નો મેળો ભરાશે* - At This Time

ઝાલા બાવજીના મેળાની શૌર્ય ગાથા *અડર્પોદરા ના ડુંગરે ભાદરવા ના બીજા રવિવાર નો ઝાલા બાવજી નો મેળો ભરાશે*


*સાબરકાંઠામાં સૌથી મોટો મેળો હિંમતનગર તાલુકાનાઅદપોદરા ગામના મોટા ડુંગર ઉપર યોજાશે. ભાદરવા માસના બીજા રવિવારે ઉજવાતા આ મેળાની આગવી શૌર્ય ગાથા છે. મોગલ કાળમાં ગૌરક્ષા કરતા વીર ઝાલા બાવજી લડાઈમાં વીરગતિ પામ્યા હતા, તે મંદિર બન્યા પછી દર વર્ષે ભાદરવા માસમાં તેમની યાદમાં મેળો ભરાય છે .જેમાં અરવલ્લી સાબરકાંઠા અને અન્ય જિલ્લા માંથી હજારોની સંખ્યામાં ઘર કુટુંબ અને પશુની સુખાકારી માટે ની બાધા આંખડીની માનતાઓ લોક માને છે અને પૂરી કરેછે વીર ઝાલા બાવજી ,ત્યારે ગૌરક્ષા માટે અનેક શૂરવીરોએ પોતાના પ્રા ણોની આહુતિ અને બલિદાન આપ્યાના ઇતિહાસ મોજુદ છે. ખેડામાં ફાગવેલમાં વીર ભાથીજીનું મંદિર આવેલું છે તે વિક્રમ સંવત 1600 માં મુઘલ સમ્રાટ સલ્તનત સામે ગૌરક્ષા કરતા વીર ભાથીજી મહારાજે માથું કપાવી ગૌરક્ષણ કર્યું હતું .તેનાથી જુનો ઇતિહાસ આ સાબરકાંઠા હિંમતનગરના અડપોદરા મૂળ (અપલી) ગામ ના ઉંચા ડુંગર ઉપર વિક્રમ સંવત 1542 માં વીર ઝાલા બાવજી એ ગૌરક્ષા માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી હતી.. આજે આ ભૂમિ ઉપર પાળિયા એમજ નથી ત્યારબાદ ઝાલા બાવજીના હજારો પરચાઓ મળ્યા બાદ આ મંદિરનું નિર્માણ થયેલ છે. ભાદરવા માસના બીજા રવિવારે વીર ઝાલા બાવજી નો મેળો ભરાય છે અને હજારોની જન મેદની થી આ ઝાલા બાવ જીના મેળાની મોજ માણે છે .સૌ પોતાના ઘર પરિવાર ની બાધા. આખડી પૂરી કરી ધન્યતા અનુભવે છે*. *જવાનસિંહ ઠાકોર અરવલ્લી
મો.9638500650*


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.