ગાયત્રી પરિવાર ગોધરા દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ
ગોધરા
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ શાંતિ અર્થે સમગ્ર દેશભરમાં બાળકો અને યુવાનો માટે ભારતીય સંસ્કૃતિ અંગેના જ્ઞાન માટેની આધુનિક સમયમાં સર્વ શ્રેષ્ઠ કહી શકાય તેવી પરીક્ષાઓ પૈકીની એક પરીક્ષા "ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા" સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે યોજાઇ જેમાં 29 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
પ્રારંભમાં ગાયત્રી પરિવાર માંથી પધારેલા કરણસિંહ પુવાર તથા સીવનદાસ કલવાણી એ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો. અરુણસિંહ સોલંકી દ્વારા ગાયત્રી મંત્રથી કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવી હતી.
સમગ્ર પરીક્ષાનું સફળ સંચાલન કોમર્સ કોલેજ ગોધરાના ઇકોનોમિક્સના વ્યાખ્યાતા ડો. પાયલબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.