ભાસ્કર વિશેષ:શાંત બેઠા હોવ ત્યારે જડબાં ભીંસવાની ટેવ હોય કે આપમેળે બીડાઈ જતાં હોય તો સતર્ક રહો, તેનાથી દાંત સાથે માથાનો દુ:ખાવો થઈ શકે છે - At This Time

ભાસ્કર વિશેષ:શાંત બેઠા હોવ ત્યારે જડબાં ભીંસવાની ટેવ હોય કે આપમેળે બીડાઈ જતાં હોય તો સતર્ક રહો, તેનાથી દાંત સાથે માથાનો દુ:ખાવો થઈ શકે છે


ન્યૂયોર્ક | “જો તમે ટ્રાફિકમાં ફસાયેલા હોવ તો દાંતો પર નજર રાખો, શું તે એક સાથે છે કે અલગ છે? જો તમે કોઈની સાથે વાત નથી કરી રહ્યા તો આપના હોઠ બીડેલા અને ઉપર અને નીચેનાં જડબાં અલગ હોવા જોઈએ. કારણ કે આપણા દાંત આખો દિવસ સંપર્કમાં રહેવા માટે નથી સર્જાયા.” વોશિંગ્ટનની ડેન્ટલ એક્સપર્ટ ડૉ. પ્રિયા મિસ્ત્રી કહે છે કે, મોટી સંખ્યામાં લોકો ઊંઘમાં કે જાગતા ઉપર અને નીચેનાં જડબાંને દબાવે છે. તણાવ અને ક્રોધમાં પણ પ્રતિક્રિયા આવી જ હોય છે પણ તેનો અહેસાસ નથી થતો. તેને ક્લેન્ચિંગ કહે છે. જાણીએ એક્સપર્ટ પાસેથી ક્લેન્ચિંગ વિશે વિસ્તૃત જાણકારી. દાંતોની સપાટી ઘસાઈ જાય છે...
ડેન્ટલ ચેક-અપ સમયે ખબર પડે છે કે દાંતોની સપાટી ચપટી હોવાની સાથે ઘસાઈ ગઈ છે, માઇક્રો ફ્રેક્ચર પણ છે. તો શક્ય છે કે તમે જડબાં ભીંસી રહ્યા છો. ડૉ. પ્રિયા કહે છે ઇનેમલ પર વારંવાર દબાણ કરવાથી દાંત નબળા પડે છે. નિકોટિન-કેફીન પ્રોડક્ટથી સમસ્યા: ડૉ. કરિન ગ્રિનબાલ કહે છે, તણાવમાં આપણે મુઠ્ઠીઓ ભીંસી લઈએ છીએ. લાગે છે શરીર અકડાઈ ગયું છે. એવી જ રીતે જડબાંના મસલ્સ સંકોચાય છે. આલ્કોહોલ, કેફીન અને નિકોટિન પ્રોડક્ટ જડબાંની મસલ્સ એક્ટિવિટી વધારે છે. ટાઇમરથી પોતાને એલર્ટ રાખશો તો તેની પર નિયંત્રણ શક્ય
એક્સપર્ટ કહે છે, ક્લેન્ચિંગ રોકવું પડકાર છે પણ કેટલીક યુક્તિ કારગર છે...
1. શાંત રહો: ડૉ. કરિન કહે છે, શાંત રહો. ધ્યાન, યોગ અને ઊંડા શ્વાસ લઈને પોતાને તણાવમુક્ત રાખી શકો છો.
2. બાઇટ સરખી હોય: બાઇટ એક સમાન ન હોવાના કારણે પણ દાંત ઘસાય છે. તેનાથી દાંતો પર બિનજરૂરી દબાણ આવે છે. બ્રેસિસ આ સમસ્યાને ઓછી કરી શકે છે.
3. ટાઇમર સેટ કરો: સપ્તાહ માટે ટાઇમર સેટ કરો જે દર 20 મિનિટે વાગતું હોય. બીપ સાંભળતા જ જુઓ કે દાંત પીસાઈ રહ્યા છે? એવામાં જાતને રોકો. દર સપ્તાહે 10-10 મિનિટ વધારો.
4. એક્સરસાઇઝ: ડૉ. સ્ટિવન કેટ્જ જણાવે છે, નીચલાં જડબાંને આગળ લઈ જાઓ, 10 સેકન્ડ રોકાઓ, પછી છોડી દો.10 વાર પુનરાવર્તન કરો. જીભને તાળવાથી 10 સેકન્ડ સુધી સંપર્કમાં રાખો, બાદમાં છોડી દો, તેનું પણ 10 વાર પુનરાવર્તન કરો. મસલ્સ રિલેક્સ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.