વડાલી ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો - At This Time

વડાલી ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો


સાબરકાંઠા સહકારી મધ્યસ્થ બેંક દ્વારા વડાલીના જય અંબે વિસામા ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતની સહકારી સંસ્થાઓનો વિકાસ થાય તે માટે દિવસ રાત એક કરી કાર્ય કરી રહેલા અને જેમને સહકારના ભીષ્મ- પિતામહ તરીકેનું બિરુદ્ધ પ્રાપ્ત થયેલ છે એવા સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સહકારી સંસ્થાઓ સાબરકાંઠા બેંકમાંથી આર્થિક વ્યવહારો કરે, થાપણો અને ધિરાણ લેવા માટે પ્રોત્સાહિત થાય તે માટે આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય તખતસિંહ હડીયોલ બેંકના ડિરેક્ટર અરવિંદભાઈ પટેલ,વડાલી એપીએમસી તેમજ સહકારી જીનના ચેરમેન વિજયભાઈ પટેલ, સાબર ડેરીના ડિરેક્ટર ઋતુરાજભાઈ પટેલ, સહકારી આગેવાન ભરતભાઈ પટેલ તેમજ વડાલી તાલુકામાંથી મોટી સંખ્યામાં મંડળીઓના ચેરમેનો, સેક્રેટરીઓ તેમજ સાબરકાંઠા બેંકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.