શામળાજી પોલીસને નંબર વગરની ડસ્ટર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૬૦ પ્રોહી મુદ્દામાલ શોધી કાઢતી શામળાજીપોલીસ. - At This Time

શામળાજી પોલીસને નંબર વગરની ડસ્ટર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૬૦ પ્રોહી મુદ્દામાલ શોધી કાઢતી શામળાજીપોલીસ.


શામળાજી પોલીસને નંબર વગરની ડસ્ટર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૬૦ જેની કિ.રૂ .૫,૭૬,૦૦૦ / - તથા ડસ્ટર ગાડીની કિ.રૂ .૫,૦૦,૦૦૦ / -ની મળી કુલ કિ.રૂ .૧૦,૭૬,૦૦૦ / -નો પ્રોહી મુદ્દામાલ પકડી પ્રોહી અંગેના ગણના પાત્ર કેસ શોધી કાઢતી શામળાજી પોલીસ. અરવલ્લી જીલ્લામાં પ્રોહીબિશનની બદી નેસ્ત નાબુદ કરવા સખતમાં સખત વાહન ચેકીંગ કરી તેમજ બોડર તરફથી આવતા અંતરિયાળ રસ્તાઓ ઉપર નાકાબંધી ગોઠવી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે નાયબ પોલીસ અધીક્ષક શ્રી બી.બી.બસીયા મોડાસા વિભાગ મોડાસા નાઓએ અસરકારક કામગીરી કરવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સુચના કરેલ હતી . જે અન્વયે આજ રોજ શામળાજી પોલીસ સ્ટેશન હસ્તકની અણસોલ પોલીસ ચોકી ઉપર વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન નંબર વગરની સીલ્વર કલરની ડસ્ટર ગાડી આવતા તે ડસ્ટર ગાડીને ઉભી રખાવતા ઉભી રહેલ નહીં અને પીછો કરતા દહેગામડા ગામમાં ગાડી મુકી ભાગી ગયેલ જે ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ ૩૬૦ જેની કિ.રૂ .૫,૭૬,૦૦૦ / -નો પ્રોહી મુદ્દામાલ મુકી આરોપી ચાલક ભાગી ગયેલ હોય સદરી ડસ્ટર ગાડીના ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરી કાર્યવાહી કરવામાં આવેલ છે આમ , શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે . વોન્ટેડ આરોપી - ( ૧ ) નંબર વગરની સીલ્વર કલરની ડસ્ટર ગાડીનો ચાલક.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon