ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નવા પ્રમુખ તરીકે ડોક્ટર અનિલભાઈ નાયક બિનહરીફ ચૂંટાઈ આવતા શુભેચ્છાનો થયો વરસાદ - At This Time

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નવા પ્રમુખ તરીકે ડોક્ટર અનિલભાઈ નાયક બિનહરીફ ચૂંટાઈ આવતા શુભેચ્છાનો થયો વરસાદ


અમદાવાદ તેમજ મહેસાણાના જ્ઞાતિજનોએ ડોક્ટર અનિલભાઈ નું ભવ્ય સન્માન કર્યું

ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એસોસિએશન નવી દિલ્હી ની તાજેતરમાં યોજવામાં આવેલી ચૂંટણીમાં ડોક્ટર અનિલભાઈ જે. નાયક બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. નાયક ભોજક કેળવણી મંડળ તેમજ રાજ્યના નાયક સમાજ દ્વારા તેમને શુભેચ્છાઓ નો વરસાદ વરસાવવામાં આવ્યો છે. ગઈકાલે મહેસાણા ડોક્ટર હાઉસ ખાતે નાયક ભોજક કેળવણી મંડળ દ્વારા તેમનો અભિવાદન સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો . જેમાં નાયક ભોજવ કેળવણી મંડળ ના પ્રમુખ સોમાભાઈ સી.નાયકનિ રાહબરી હેઠળ સમાજના જ્ઞાતિજનો, મંડળના ટ્રસ્ટીગણો, પદાધિકારીઓ ,શુભચિંતકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાજર તમામએ ડોક્ટર અનિલભાઈ નાયક નું ભવ્ય સન્માન કર્યું હતું અને તેમને ઉત્તરો ઉત્તર પ્રગતિની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સમાજના કોઈપણ કાર્ય માટે હર હંમેશ તત્પર રહેવાની ડોક્ટર અનિલભાઈ નાયકે સમાજના જ્ઞાતિજનોને બિરદાવતા વાત કરી હતી. આ શુભ પ્રસંગે ડભોડિયા હનુમાનજીના ભક્ત અને ચાંદખેડા રહેતા બીપીનભાઈ નાયક તેમજ અમદાવાદના નાયક સમાજના અગ્રણીઓની પણ હાજરી રહી હતી.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.