Welcome home Sunita - At This Time

Welcome home Sunita


આકાશ નહીં , અવકાશેથી ઊતર્યાં
હેમખેમ આજે અવનિ પર
મંદિરમાં ઝગમગતી દીવાની જ્યોત મહીં
શ્રદ્ધાને મળી ગયો ઉત્તર
દિવસ બસો ને છ્યાંશી હવે વીત્યા
ભય હરાવીને હિંમતથી જીત્યા
આવો, Welcome home Sunita

બાળપણે હોય મન આકાશે ઊડવાનું
તમે પ્હોંચ્યાં ઊંચેરા અવકાશમાં
એકાદા તારાને આપી શકાય નામ
એવું કામ રહેશે ઇતિહાસમાં
કાયમ તમારું હવે પડશે વજન
ભલે ન્હોતું એ યાનની અંદર
મંદિરમાં ઝગમગતી દીવાની જ્યોત મહીં
શ્રદ્ધાને મળી ગયો ઉત્તર
દિવસ બસો ને છ્યાંશી હવે વીત્યા
ભય હરાવીને હિંમતથી જીત્યા
આવો, Welcome home Sunita

“ ઘેર પાછા” આવવાનો હૈયે વિશ્વાસ સાથે
કીધું હતું “ No problem “
ધબકારા ધરતી પર વધતાં રહ્યાં’તાં
તમે ઊતરી રહ્યાં’તાં જેમ જેમ
કહે છે ને ધરતીનો છેડો છે ઘર
વાટ જુવે એ ઘરનો ઉંબર
મંદિરમાં ઝગમગતી દીવાની જ્યોત મહીં
શ્રદ્ધાને મળી ગયો ઉત્તર
દિવસ બસો ને છ્યાંશી હવે વીત્યા
ભય હરાવીને હિંમતથી જીત્યા
તમે સાર્થક કરી ભગવદ્ગીતા
આવો, wel come


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image