લુણાવાડા ભાજપ પાર્ટી કાર્યાલય ઉદ્ઘાટન સમયે રાજપૂત યુવાનો દ્વારા સુત્રોચાર સાથે વિરોધ કર્યો,પુરષોતમ રૂપાલાની ટીકીટ રદ કરવા માગ કરાઈ
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે મહીસાગરમાં વિરોધ કરવામાં આવ્યો. જિલ્લા મથક લુણાવાડા ખાતે આજે ભાજપ 122 લુણાવાડા વિધાનસભાના કાર્યાલયના ઉદઘાટન સમયે ક્ષત્રિય સમાજ દ્વારા સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
પંચમહાલ 18 લોકસભાની લુણાવાડા કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પુરષોતમ રૂપાલા હાય હાય ના નારાઓ લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.રૂપાલાની ટિકિટ રદ કરો રૂપાલા હાય હાય ના નારા સાથે રાજપૂત સમાજના યુવાનોનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનો ની અટકાયત કરી હતી.
ક્ષત્રિય સમાજના જસપાલસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આજરોજ પંચમહાલ 18 લોકસભાની જ્યારે મહીસાગર જિલ્લાની લુણાવાડા ખાતે ઓફિસનું ઉદ્ઘાટન હતું. એ રીતે ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યું છે. કે,23 માર્ચના દિવસે રૂપાલા દ્વારા અમારી મા-બેન દીકરીઓ વિશે અયોગ્ય શબ્દો બોલવામાં આવ્યા છે. તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધીનો રૂપાલાનો વિરોધ હતો. જે બીજેપી સરકારે તેની નોંધ લીધી નથી. અને રૂપાલાની ટીકીટ રદ કરી નથી.એટલે અત્યારે અમારે પાર્ટ-2 પ્રમાણે અત્યારે ગુજરાતની અંદર 26 સે 26 સીટ ઉપર ક્ષત્રિય સમાજ દ્વારા, આમ તો ક્ષત્રિય સમાજની ગણના કરો તો બોઉ ઓછી છે. પણ જ્યારે 562 રજવાડા દાન કરી અને બધા 18 એ 18 વર્ણને સાથે લઈ ચાલતા હોય. ત્યારે એવું સમજી લેવુ નહિ કે ખાલી ક્ષત્રિય સમાજની સંખ્યા ઓછી છે. પણ જે રીતે ભાજપ સરકારે ક્ષત્રિય સમાજની અવગણના કરેલી છે.એ પ્રમાણે અત્યારે 26એ 26 સીટોની ભાજપની, ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શવવામાં આવશે.તેમજ આની અસર ખાલી ગુજરાત લેવલે એકલી નહિ પણ નેશનલ લેવલે પણ આની અસર જોવા મળશે.અને ક્ષત્રિય સમાજ અત્યારે એક થઈને દરેક જગ્યાએ જિલ્લા-જિલ્લા,તાલુકા-તાલુકા ભાજપનો વિરોધ કરી. ભાજપની વિરુદ્ધ તેનું મેક્સિમમ જેટલું શક્ય બને એટલું વોટિંગ અથર્સ પાર્ટી જે મજબૂત હશે સામે વાળી પાર્ટી એને સપોર્ટ કરશે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.