રવિવારે શહેરમાં નવા 26 કેસ દાખલ, 14 વર્ષની તરુણી સંક્રમિત, જિલ્લામાં એક સપ્તાહમાં નવ 105 કેસ નોંધાયા
કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે રવિવારે રાજકોટ શહેરમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા હતા જ્યારે સંક્રમિત દર્દીઓ પૈકી સાજા થયેલા 5 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રવિવારે નવા 26 કેસ આવતા જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 196 થઇ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે શહેરમાં કોરોનાના કુલ કેસ 64283 થયા છે જ્યારે હાલ 196 દર્દી સારવાર હેઠળ છે અને રવિવારે 5 દર્દીને રજા આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.