રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 74ને પાર થયો
ખાનગી હોસ્પિટલમાં દર્દી વધતા ટેસ્ટ પણ વધ્યા
એક ઘરમાંથી એક કરતા વધુ કેસ આવવા લાગ્યા
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં મંગળવારે જંગી ઉછાળો આવ્યો છે અને વર્ષ 2023માં એક જ દિવસમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંક 74 થયો છે જેને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે આમ છતાં લોકોમાં ભય ન ફેલાય તે માટે સબસલામતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, મોટાભાગના દર્દીઓમાં ગંભીર લક્ષણો દેખાયા નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.