શિશુવિહાર બાળ પુસ્તકાલય ના ઉપક્રમે ચિત્ર આલેખન ઉત્તમ ચિત્રો માંથી વર્ષ ૨૦૨૫ નું શેક્ષણિક કેલેન્ડર પ્રકાશિત થશે - At This Time

શિશુવિહાર બાળ પુસ્તકાલય ના ઉપક્રમે ચિત્ર આલેખન ઉત્તમ ચિત્રો માંથી વર્ષ ૨૦૨૫ નું શેક્ષણિક કેલેન્ડર પ્રકાશિત થશે


શિશુવિહાર બાળ પુસ્તકાલય ના ઉપક્રમે ચિત્ર આલેખન

ઉત્તમ ચિત્રો માંથી વર્ષ ૨૦૨૫ નું શેક્ષણિક કેલેન્ડર પ્રકાશિત થશે

ભાવનગર શિશુવિહાર બાળ પુસ્તકાલય ના ઉપક્રમે ચિત્ર આલેખન પ્રાકૃતિક જીવન શૈલી ના પ્રોત્સાહન માટે શિશુવિહાર બાળ પુસ્તકાલય ના ઉપક્રમે સતત ૧૬ માં વર્ષે વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ.
શિશુવિહાર સંસ્થા દ્વારા વર્ષ ૨૦૦૯ થી શહેરની શાળાઓમાં પ્રતિવર્ષ મૂકવામાં આવતા ૧૦૦ બાળ પુસ્તકો ના વિષયવસ્તુ આધારિત બાળકો માટે વાર્તા કથન અને ચિત્ર આલેખન કાર્યક્રમ યોજાય છે.
વિદ્યાર્થીઓ માટે અતિ પ્રિય કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૩/૨૪ માં મૂકવામાં આવેલ પ્રાકૃતિક સ્વાસ્થ્ય વિષયના પુસ્તકો આધારિત પ્રથમ તબક્કાની ચિત્ર સ્પર્ધા ૨૯ સપ્ટેમ્બરે યોજાઇ. જેમાં ૧૬૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જે પૈકી ઉત્તમ ૨૦ વિદ્યાર્થીઓના ચિત્રોને આખરી ઓપ આપવા એક વર્કશોપ ૧૨ ઓક્ટોબરે યોજાયો .
ભાવનગરના કલા શિક્ષક ડો. અશોકભાઈ પટેલ તથા રમેશભાઈ ગોહિલના માર્ગદર્શન સાથે તૈયાર કરવામાં આવ્યા છે. ૧૨ ઓક્ટોબરે વિદ્યાર્થી ઓ દ્વારા તૈયાર થયેલ ચિત્રોને વર્ષ ૨૦૨૫ ના શૈક્ષણિક કેલેન્ડર તરીકે પ્રકાશિત કરવામાં આવશે..
નવી પેઢી વાંચન તથા અભિવ્યક્તિ સાથે જોડાઈ રહે તેવા ભાવથી કલા ભૂમિ ભાવનગરના આગવા પ્રયત્નો નોંધનીય બને છે....

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.