આટકોટમાં ડી.બી પટેલ છાત્રાયલમાં 40 વધારે લોકોની દબંગગીરી, “છાત્રાલયમાં રાજીનામું લખીને સુરત જતો રહે નહિતર મારી નાખીશું” : અરજણભાઈ રામાણીને અવાવરૂ તત્વોની ધમકી
જસદણના આટકોટ ડી.બી.પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો જેમાં છાત્રાલયમાં 40 થી પણ વધારે લોકોએ ટ્રસ્ટી પર હુમલો કર્યાંના સમાચાર મળી રહ્યા છે. ટ્રસ્ટી અરજણભાઈ રામાણી ફરજ બજાવે છે. હુમલો થતાં હાથ ના ભાગે ઇજા પહોંચી હતી અને સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. તીક્ષ્ણ હથિયાર સાથે 40 થી પણ વધારે લોકો છાત્રાલયમાં ઘૂસી આવ્યા હતા. મારામારી કરવા આવેલ લોકો પાસે તીક્ષ્ણ હથિયાર જોવા મળ્યા હતા. છાત્રાલયમાં કામ કરતા તમામ લોકોના મોબાઈલ જુટવી લેવામાં આવ્યા હતા. કાર લઈને આવેલ શખ્શો કારની અંદર નંબર પ્લેટ પણ ન હતી. આટકોટની ડી.બી.પટેલ છાત્રાલયમાં ઓફિસ કામ કરતા 15 થી પણ વધારે લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત દ્વારા દબંગ ગીરી કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અરજણ રામાણીએ જૂના ટ્રસ્ટી રૂડા ભગત પર કર્યા આક્ષેપ, રૂડા ભગતે અગાઉ ટ્રસ્ટમાં ઘણા ગોટાળા કર્યા છેઃ અરજણભાઈ રામાણી દ્વારા જણાવ્યુ. 12 વર્ષથી સંસ્થા કેવી રીતે બંધ થાય તેવા પ્રયાસ કરે છે અને અરજણ ભાઈ રામાણીને રાજીનામું આપવા ટોળકીએ ધમકી આપી હતી. છાત્રાલયમાંથી કોમ્પ્યુટર CPU તેમજ નેટવર્કિંગનો સામાન લઈને ફરાર, જે આક્ષેપ કરવામાં આવ્યો છે જે રૂડા ભગત જસદણના ઉદ્યોગપતિ છે. આ બાબતે આટકોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.