ટીવી ડિબેટમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાવાની બાબત સામે આવતા ઉપલેટા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઉપલેટા મામલતદારેને પાઠવ્યું આવેદનપત્ર - At This Time

ટીવી ડિબેટમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાવાની બાબત સામે આવતા ઉપલેટા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઉપલેટા મામલતદારેને પાઠવ્યું આવેદનપત્ર


(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૧૩ જુન ૨૦૨૨, ઉપલેટામાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ટીવી ડિબેટમાં અભદ્ર ટિપ્પણી કરીને મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાનું સામે આવ્યું છે જેથી મુસ્લિમ સમાજ દ્વારા તેમને વખોડી કાઢીને આ પ્રકારનું કૃત્ય કરનારને કડક સજાની માંગ સાથ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તેમને જણાવ્યું હતું કે ભારત દેશમાં અનેક ધર્મો અને જાતિના લોકો શાંતિ અને ભાઈચારાથી રહે છે ત્યારે થોડા દિવસ પહેલાં જ ટીવી ચેનલની એક ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા એવા નૂપુર શર્મા અને નવીન જિંદાલ દ્વારા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ તે પ્રકારની વાત કરી હતી જેથી આ અશોભનીય અને અપમાનજનક તથા વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું હતું જેને લઇને સમગ્ર ભારત તેમજ વિશ્વમાં રહેતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ હોય તેવું મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું છે.

ટીવી ડિબેટમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાવાની બાબત સામે આવતાં જ મુસ્લિમ સમાજમાં આ અશોભનીય વર્તનને લઈને આ બાબતને ભારતના બંધારણ વિરૂદ્ધ કૃત્ય છે અને આ બાબત સહન કરવાને પાત્ર નથી તેવું મુસ્લિમ સમાજ દ્વારા જણાવ્યું હતું જેથી આ બાબતે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને તાલુકા સહિતના તમામ મુસ્લિમ સમાજ દ્વારા આ કૃત્યને વખોડી કાઢીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

આ સાથે મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે જો ખરેખર આવા કૃત્ય કરનારા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ આવું કૃત્ય કરવાનું વિચારી પણ ન શકે અને ભારત દેશનું નામ દુનિયાભરમાં નીચું ન થાય તે માટેની કાર્યવાહી પણ કરવી જોઈએ જેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જિંદાલ દ્વારા જે રીતે દેશની શાંતિ ડહોળવાનો પ્રયત્નો કરવામાં આવે છે તે દેશ માટે નુકસાનકારક થઈ શકે છે જેથી તેમની સામે કડક કાર્યવાહી કરીને એફ.આઇ.આર નોંધવાની પણ માંગ કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર બાબતે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ઉપલેટા શહેર અને તાલુકા દ્વારા અંદાજિત ૩૦૦ ની સંખ્યામાં એકત્રીત થઈ અને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon