અમદાવાદથી ઉપડનારી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત - At This Time

અમદાવાદથી ઉપડનારી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત


પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા તહેવારોને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા અને તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી વિશેષ ભાડા પર અમદાવાદ મંડળથી ઉપડનારી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કરવામાં આવ્યા છે.
ટ્રેન નંબર 09415 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ જેને પહેલાં 25 જુલાઈ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબર થી 26 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ જેને પહેલાં 25 જુલાઈ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબર થી 26 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે.
ટ્રેન નંબર 09493 અમદાવાદ – પટના સ્પેશિયલ જેને પહેલાં 25 ઓગસ્ટ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 1 સપ્ટેમ્બર થી 29 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સ્પેશિયલ જેને પહેલાં 27 ઓગસ્ટ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 સપ્ટેમ્બર થી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે.
ટ્રેન નંબર 09417 અમદાવાદ – દાનાપુર સ્પેશિયલ જેને પહેલાં 30 સપ્ટેમ્બર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 7 ઓક્ટોબર થી 30 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09418 દાનાપુર – અમદાવાદ સ્પેશિયલ જેને પહેલાં 1 ઓક્ટોબર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 8 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે.
ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ જેને પહેલાં 24 સપ્ટેમ્બર 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 1 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09406 પટના – સાબરમતી સ્પેશિયલ જેને પહેલાં 26 સપ્ટેમ્બર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબર થી 2 જાન્યુઆરી, 2025 સુધી વધારી દેવામાં આવી છે.

ઉપરોક્ત ટ્રેનોના વિસ્તારિત ફેરાનું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.