અરવલ્લીઃથર્ટી ફર્સ્ટ નજીક છે. ત્યારે ધનસુરા પોલીસે સરતાનપુરા પાસે વિદેશી દારૂ સાથે બુટલેગરને દબોચ્યો.
થર્ટી ફર્સ્ટ જેમ નજીક આવતી જાય છે.તેમ ગ્રામીણ બુટલેગરો વિદેશી દારૂનો સ્ટોક કરવા માટે મરણિયા બન્યા હોય તેમ જણાઈ આવે છે. અંતરિયાળ ગ્રામીણ માર્ગો પર બાઈકો ઉપર વિદેશી દારૂની ખેપ મારતાં એક ખેપીયો ધનસુરા પોલીસના હાથે ઝડપાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જિલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બર વાલે જિલ્લા પોલીસ તંત્રની થર્ટી ફર્સ્ટમાં વિદેશી દારૂની હેરાફેરી પર રોક લગાવવા માટે કડક સૂચનાઓ આપ્યા બાદ ધનસુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દીપિકા પ્રજાપતિ અને તેમનો સ્ટાફ સઘન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રમોસથી સરતાનપુરા જવાના માર્ગે હોન્ડા પેશન બાઇક ઉપર એક ઈસમ સીટ નીચે ગુપ્ત ખાનુ બનાવી તેમાં વિદેશી દારૂની બોટલો ભરી ખેપ મારવાનો હોવાની બાતમી આધારે તપાસમાં હતા તે દરમિયાન બાતમી વાળું બાઇક આવી પહોંચતાં તેની સઘન તપાસ હાથ ધરતાં બાઇકની સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ 74 સાથે બાઈક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 28,400 ના મુદ્દામાલ સાથે આરોપી મોઈન નયાઝ મનસુરી ઉંવ. 31.રહે.ગ્યાસપુર અમદાવાદને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.