લાઠી ખાતે સી. એમ. ટી. સી. નો પુનઃ પ્રારંભ

લાઠી ખાતે સી. એમ. ટી. સી. નો પુનઃ પ્રારંભ


લાઠી ખાતે સી. એમ. ટી. સી. નો પુનઃ પ્રારંભ

 અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. અલ્પેશ સાલ્વિ ની સૂચના થી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લાઠી ખાતે ચાઈલ્ડ માલ ન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર ( સી.એમ.ટી.સી.) એટલે કે બાલ સેવા કેન્દ્ર નો પુનઃ આરંભ કરવામાં આવેલ છે. તાલુકા આરોગ્ય કચેરી સ્થિત આર. બી.એસ.કે. ટિમ દ્વારા બાળકો ની આરોગ્ય તપાસ દરમિયાન મળી આવેલા તમામ અતિ ગંભીર કૂપોષિત બાળકો ને કૂપોષણ નિવારવા ના હેતુ થી સંસ્થાકિય સારવાર ના ભાગ રૂપે શરૂ કરવા માં આવેલ બાલ સેવા કેન્દ્ર ખાતે દાખલ કરી, તાલિમબદ્ધ સ્ટાફ દ્વારા સમયાંતરે પોષણયુક્ત આહાર અને દવાઓ આપી કૂપોષણ માથી બહાર લાવવાનું સુંદર આયોજન કરવા માં આવેલ છે. ઉપરાંત, બાળકો ના વાલીઓને પોષણ યુક્ત આહાર ઘરે બનાવવાની રીતો શીખવી કૂપોષણ નિવારવા આરોગ્ય શિક્ષણ આપવા માં આવશે. આ કાર્યક્રમ ના આયોજન માં ડો. હરિવદન પરમાર, ડો. હસમુખ સોલંકી, ડો. પારુલ દંગી અને તમામ આર. બી. એસ. કે. સ્ટાફ, આશાબહેનો અને લાઠી તાલુકા આરોગ્ય કચેરી ના કર્મચારીઓ નું મહત્વનુ યોગદાન રહેલું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »