લીલીયા મોટા સરકારી કર્મચારીઓ ધ્વારા હેલ્મેટના નિમયનું પાલન કરવા બાબત પોલીસ ડ્રાઈવ યોજાઈ - At This Time

લીલીયા મોટા સરકારી કર્મચારીઓ ધ્વારા હેલ્મેટના નિમયનું પાલન કરવા બાબત પોલીસ ડ્રાઈવ યોજાઈ


ગુજરાત રાજયના તમામ સરકારી અધિકારી/કર્મચારીઓ રાજયના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે. તેઓ બીજા નાગરિકો માટે " રોલ મોડલ ” બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવેલ હોય સરકારી કર્મચારીઓ ધ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરૂરી પણ છે.ગુજરાત રાજય માં હેલ્મેટના નિયમનું અમલીકરણ કરાવવું ખૂબ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય. ગુજરાત રાજયમાં હેલ્મેટના નિયમનો અમલ રાજયના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે આજ રોજ તા. ૧૧/૦૨/૨૦૨૫ થી ગુજરાત રાજયના તમામ સરકારી કચેરીઓના પ્રવેશધ્વાર પાસે ટ્રાફીક પોલીસનું ડીપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવા સુચના હોય જે અન્વયે લીલીયા પોલીસ સ્ટેશનના P.I આઇ.જે.ગીડા તેમજ P.S.I વાય.એમ.જાડેજા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ લીલીયા પોલીસ સ્ટાફ દ્વારા લીલીયા મોટા ખાતે આવેલ જુદી જુદી સરકારી કચેરીઓમાં ડ્રાઇવ યોજવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image