જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી..... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી…..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.....
આજરોજ હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં મહાકાળી મંદિર રોડ પર આવેલી ડિસન્ટ વિદ્યાલયમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. જેમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયરના પ્રમુખશ્રી સોનલબેન મહેતા, ઉપપ્રમુખશ્રી રાજેશ્રીબા રહેવર, રેખાબેન, ઈલાબેન, હીનાબેન હાજર રહ્યા. શાળાના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ પટેલ તથા આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રોએ ખૂબ સારો સાથ સહકાર મળ્યો. 30 બાળકોએ સ્વયં શિક્ષક દિન માં શિક્ષક તરીકે જવાબદારી સંભાળી ઉત્સાહપૂર્વક સુંદર શિક્ષણકાર્ય કર્યું. દરેક બાળકોને જાયન્ટ્સ ગ્રુપ તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.