માળીયા હાટીનામાં શ્રી રામદેવજી મંદિરના આંગણે સાર્વજનિક શ્રીમદ્ ભાગવત સપ્તાહને લઈ સર્વ જ્ઞાતિય બેઠક યોજાણી
સાર્વજનિક શ્રીમદ્ ભાગવત સપ્તાહને લઈ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા ૭/૨/૨૦૨૩ના મંગળવારના રોજ સવાર થી બપોર સુધી એક દિવસ માટે સ્વૈચ્છિક દેરક ધંધાર્થીઓએ વેપાર રોજગાર બંધ રાખી પોથી યાત્રા માં જોડાવવા નમ્રઅપીલ કરવામાં આવી હતી
માળીયા હાટીનામાં મેઘલ નદીના સામા કાંઠે શ્રી રામદેવજી મંદિરના આંગણે સાર્વજનિક શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે જેને ધ્યાને લઇ મહંત શ્રી બલરાજપુરી ગુરૂ શ્રી માયાપુરી
એક અગત્યની બેઠક શ્રી રામદેવજી મંદિરના આંગણે દરેક નાના મોટા સમાજની બેઠક રાખવામાં આવેલ હતી
આ મીટીંગ માં દરેક નાના મોટા સમાજના આગેવાનો તેમજ સામાજીક કાર્યોકરો તેમજ આ ભગીરથ કાર્યમાં સેવા આપવા માટે સ્વયંમ સેવકોએ હાજરી આપી હતી આ મીટીંગ માં દરેક સમાજના આગેવાનશ્રી અઓ એ રામદેવજી મંદિરના આંગણે સાર્વજનિક શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાય , તેમજ અલગ અલગ વ્યવસ્થા માટે તન મન અને ધનથી કામની જવાબદારીઓ લીધી હતી તેમજ હાજર અગ્રણીઓ એ આ સનાતન ધાર્મિક કાર્યમાં ઉદાર હાથે દાન આપવાની અપીલ કરી હતી
તા.૭/૨/૨૩ મંગળવારના રોજ સવારે ૮/૩૦ કલાકે માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પાસે રામેશ્વર મંદિરે થી શહેરના મુખ્ય બજાર થઈ શ્રી રામદેવજી મંદિર સુધી ભવ્ય વાજતે ગાજતે પોથી યાત્રા નીકળે જેમાં ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યા જોડાવા તેમજ કથા સાંભળવા અને બપોરના પ્રસાદી લેવા ખાસ વધુમાં વધુ અપીલ કરવામાં આવી છે
આ સાર્વજનિક શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં વયવૃધ્ધ લોકોને આવા જવા માટે માળેશ્વર મંદિર થી કથા સ્થળ સુધી માટે વિના મૂલ્યે વાહનની વ્યવસ્થા આયોજક દ્વારા સારી સુવિધા ઉભી કરી તેવી યાદી આયોજક દ્વારા જણાવેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.