અંકલેશ્વર ના અંદાડા ની શાળા ના શિક્ષક ને શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર નો પુરસ્કાર રાજ્યપાલ ના હસ્તે એનાયત કરાયો =અંદાડા ગામની કુમાર પ્રાથમિક શાળા ના શિક્ષક ઉમેશ પટેલ ને શ્રેષ્ઠ બીએલઓ નો પુરસ્કાર એનાયત =ગુજરાત માંથી ચૂંટણી પંચ ની કામગીરી માં 13 બીએલઓ ને રાજ્યપાલ ના હસ્તે પુરસ્કાર એનાયત કરાયા =ભરૂચ જિલ્લા માંથી એક માત્ર ઉમેશ પટેલ ને પુરસ્કાર મળ્યો
અંકલેશ્વર ના અંદાડા ની શાળા ના શિક્ષક ને શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર નો પુરસ્કાર રાજ્યપાલ ના હસ્તે એનાયત કરાયો
=અંદાડા ગામની કુમાર પ્રાથમિક શાળા ના શિક્ષક ઉમેશ પટેલ ને શ્રેષ્ઠ બીએલઓ નો પુરસ્કાર એનાયત
=ગુજરાત માંથી ચૂંટણી પંચ ની કામગીરી માં 13 બીએલઓ ને રાજ્યપાલ ના હસ્તે પુરસ્કાર એનાયત કરાયા
=ભરૂચ જિલ્લા માંથી એક માત્ર ઉમેશ પટેલ ને પુરસ્કાર મળ્યો
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામની કુમાર પ્રાથમિક શાળા ના શિક્ષક ને ચૂંટણી પાંચ ની મતદાર નોંધણી અંગે ની બુથ લેવલ ઓફિસર તરીકે ની કામગીરી માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર તરીકે નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ગુજરાત માંથી 13 બુથ લેવલ ઓફિસર ને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ભરૂચ જિલ્લા માંથી એક માત્ર ઉમેશ પટેલ ને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો
અંકલેશ્વર ના અંદાડા ગામની કુમાર પ્રાથમિક શાળા માં ઉમેશ પટેલ શિક્ષક તરીકે ફરજ બજાવે છે ,તેઓ છેલ્લા ત્રણ વર્ષ થી ભારત ચૂંટણી પંચ ની ચાલતી મતદાર નોંધણી કામગીરી માં અંદાડા ગામ માં નિર્દિષ્ટ કરેલ વિસ્તાર માં બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.આ ચૂંટણી પંચ ની મતદાર યાદી માં સ્થળાંતર .નામ કમી ,નવા મતદારો ની નોંધણી સહીત ની મતદાર નોંધણી ની કામગીરી કરી હતી તેઓ ની એડવાન્સ કામગીરી ને જોતા ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુલાકાત લઇ તેમની કામગીરી ની ચકાસણી કર્યા બાદ કામગીરી ની પ્રશંસા કરી હતી ,દરમ્યાન ગત તા 25 જાન્યુઆરી મતદાર દિવસ ના રોજ 14 મા નેશનલ મતદાર દિવસની ઉજવણી અંગે ગાંધીનગર ની લો કોલેજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ માં ચૂંટણી પંચ ના અધિકારીઓ હાજર રહ્યાં હતા જેમાં શ્રેષ્ઠ બુથ લેવલ ની કામગીરી માં ભરૂચ જિલ્લા માંથી એક માત્ર અંદાડા શાળા ના શિક્ષક ઉમેશ પટેલ ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેમજ તેઓ ની સાથે ગુજરાત ના અન્ય 13 બુથ લેવલ અધિકારીઓ ને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા ઉમેશ પટેલ ને પુરસ્કાર મળતા અંદાડા કુમાર શાળા ના શિક્ષકો એ શુભેચ્છા પાઠવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.