બોટાદ જિલ્લાની બંન્ને બેઠકો પર બપોરના ૦૧:૦૦ કલાક સુધીમાં ૩૦.૨૫ ટકા મતદાન નોંધાયું - At This Time

બોટાદ જિલ્લાની બંન્ને બેઠકો પર બપોરના ૦૧:૦૦ કલાક સુધીમાં ૩૦.૨૫ ટકા મતદાન નોંધાયું


આજે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે બપોરના ૦૧:૦૦ કલાક સુધીમાં ૧૦૬-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં ૭૧૯૭૩ અને ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં ૯૫૯૬૧ મતદારો સહિત જિલ્લાના કુલ- ૧૬૭૯૩૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ સવારના ૮:૦૦ કલાકથી લઇને બપોરના ૦૧:૦૦ કલાક સુધી જિલ્લાની બંન્ને બેઠકો પર ૩૦.૨૫ ટકા મતદાન નોંધાયું હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જણાવાયું છે.

બોટાદ બયુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon