મુળી તાલુકામાં ગામોમાં ઘુડખર આવી પહોંચ્યા ખેડૂતો બન્યા ચિંતિત - At This Time

મુળી તાલુકામાં ગામોમાં ઘુડખર આવી પહોંચ્યા ખેડૂતો બન્યા ચિંતિત


*પાટડી થી ઘુડખર મુળી તાલુકાનાં સરલા ગામે આવી પહોંચ્યા*

*ખેડૂતો નાં ઉભા પાકમાં કરતાં વ્યાપક નુકશાન થી ખેડૂતો ચિંતિત*

સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ઘુડખર અભયારણ્ય માં થી ઘુડખર છે ક મુળી તાલુકાનાં ગામોમાં આવી પહોંચ્યા છે ત્યારે આજે સરલા ગામે મોટીસંખ્યામાં ઘુડખર (ખચ્ચર) જોવા મળેલ હતાં આ ઘુડખરો ખેડૂતો નાં ઉભા પાકમાં મોટું નુક્સાન કરતાં હોય છે અને આ પ્રાણી આરક્ષિત હોય એટલે ખેડૂતો કશું કરી શકતા નથી ત્યારે આ આવેલ ઘુડખરો ને તેની મુળ જ્ગ્યા એ વન વિભાગ દ્વારા લ‌ઈ જવાં માં આવે તેવી ખેડૂતો માં માંગ ઉઠી છે ખેડૂતો ઘુડખર ને ગામઠી ભાષામાં ખચ્ચર ગધેડા થી ઓળખ હોય છે અને આ ટોળાં ઉભાં પાકમાં મોટું નુક્સાન કરતાં હોય છે ત્યારે આ ઘુડખર અભયારણ્ય પાટડી અને ધાંગધ્રા તાલુકા નાં છેવાડાના રણ વિસ્તારમાં છે તો આને વન વિભાગ તાત્કાલિક ધોરણે મુળી તાલુકાનાં ગામોમાં થી અભ્યારણ્ય માં લઇ જવાં જોઈએ તેમ સરલા નાં ખેડૂતો ગણપતભાઇ પટેલે જણાવ્યું હતું કે જો આમ જ ઘુડખર અંહી રહેશે તો ખેડૂતો ને મોટી નુકસાની વેઠવી પડશે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.