સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ દ્વારા
થાનગઢ તાલુકાની તરણેતર ગ્રામ પંચાયતમાં ઈ ગ્રામ યોજના અંતર્ગત છેલ્લા દોઢ વર્ષમાં ૧.૨૩ કરોડ રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા
થાનગઢ તાલુકાની તરણેતર ગ્રામ પંચાયત ૨૫૧૫ ની વસ્તી ધરાવતું નાનુ ગામ છે. અહીની ગ્રામ પંચાયત કચેરી ખાતે કામ કરતા વી.સી.ઇ. શ્રી વાઘાભાઇ વશરામભાઈ સામંડ છેલ્લા ૫ (પાંચ) વર્ષથી ફરજ બજાવે છે તેઓની કામગીરી મુજબ તેઓ જણાવે છે કે તરણેતર ગ્રામ પંચાયત કચેરીમાં B2C સેવાઓ જેવી કે મોબાઇલ રીચાર્જ, લાઇટ બિલ કલેકશન, DTH રીચાર્જ, ૨-૪ વ્હીકલનો વિમો, મેડીકલ વિમો, પેર્સનલ મેડીકલ વિમો, મની ટ્રાન્સફર, આધાર અનેબલ પેમેન્ટ સીસ્ટમ (AEPS), બસ ટીકીટ, એર ટીકીટ, ટ્રેન ટીકીટ નું ઓનલાઇન બુકિંગ અને ઇનકમ ટેક્ષ રીટર્ન જેવી સેવાઓ આપવામાં આવે છે.
B2C સેવાઓમાંથી પે-વલ્ડ ના માધ્યમ દ્વારા તેઓએ છેલ્લા દોઢ વર્ષમાં ૧.૨૩ કરોડ નું ટ્રાન્ઝેક્શન કરેલ છે. અને દર મહીને વી સી ઈ પ્રાઈઝ ઈનામોમાં તેઓનું નામ પણ આવેલ છે. આધાર અનેબલ પેમેન્ટ સીસ્ટેમ(AEPS) નો સૌથી વધારે વપરાશ કરુ છુ કારણ કે મારી ગ્રામ પંચાયતના આજુબાજુમાં સિરામિક ઉદ્યોગ તેમજ ખનીજ ઉદ્યોગ સતત કાર્યરત છે. જેમા બહાર ના રાજ્ય ના મજુરો કામ કરે છે તેમને પોતાનો પગાર ખાતા માંથી દર મહીને ઉપાડવા કે પોતાના સબંધિઓ ને પૈસા મોકલવા બેંક દુર હોવાથી મારી ગ્રામ પંચાયતમાં આવે છે જે હું આધાર અનેબલ પેમેન્ટ સીસ્ટેમ(AEPS) થી કરી આપુ છું જેનાથી મજુર લોકોનો સમય બચે છે અને મને પણ કમિશન થી આવક પણ મળી રહે છે.
આ ઉપરાંત G2C સેવાઓ અંતર્ગત ગ્રામ પંચાયત માંથી ૭/૧૨ કે ૮અ ના ઉતારા, જન્મ-મરણ ના દાખલાઓ, RTO ના ફોર્મ, ઓન લાઇન ભરતી ના ફોર્મ, પાન કાર્ડ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, તેમજ ડીજેટલ સેવા સેતુ મારફત સીનીયર સીટીઝન નો દાખલો, વિધવા સર્ટીફીકેટ, આવકનો દાખલો કે રેશન કાર્ડ ને લગતી અરજીઓ, આઇ ખેડુત પોર્ટલ ને લગતી અરજીઓ માટે તાલુકા મથક પર જવું પડતું પરંતુ સરકાર શ્રી ના ઇ-ગ્રામ પ્રોજેકટ અંતર્ગત ઇ-ગ્રામ સેન્ટર પર ઉપરની બધી સેવાઓ મળી રહે છે. જેથી અરજદારો ને તાલુકા મથક સુધી જવુ પડતુ નથી જેથી અરદાર ના સમય અને પૈસા બન્ને ની બચત થાય છે.
વધુમાં ઈ ગ્રામ પ્રોજેક્ટ અન્વયે અમોને ૧ વર્ષથી આધારકાર્ડની કીટ પણ પ્રાપ્ત થયેલ છે. જેમાં નવા આધાર કાર્ડ કાઢવા, સુધારા વધારા કરવા તમામ આધાર બેઝ ની કામગીરી કાર્યરત છે. જેના કારણે અમારા ગ્રામ્ય વિસ્તારના અરજદારો તેમજ આજુબાજુ નજીકના ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ખુબ જ સરળતાથી તેનો લાભ મળી રહે છે. આથી અમે રાજય સરકારનો ઇ-ગ્રામ વિશ્વ ગામ પ્રોજેકટ શરૂ કરવા બદલ ખુબ-ખુબ આભારી છીએ.
રિપોર્ટર જયેશભાઇ મોરી થાનગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.