સરકારી ઈજનેરી કોલેજ , મોડાસાના કેમ્પસ ખાતે ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો સંમેલન સમારોહ યોજાશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/b19uirnadzqvrnqm/" left="-10"]

સરકારી ઈજનેરી કોલેજ , મોડાસાના કેમ્પસ ખાતે ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો સંમેલન સમારોહ યોજાશે.


સરકારી ઈજનેરી કોલેજ , મોડાસાની સ્થાપના વર્ષ : ૧૯૮૪ માં થઇ હતી . આ સંસ્થાના હજારો વિદ્યાર્થીઓ આજે દેશ - વિદેશમાં કામ કરે છે અને સંસ્થાનું નામ રોશન કરે છે . આજે પણ આ સંસ્થા તેના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી છે . સંસ્થાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સતત જોડાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે “ ENCOMAA ( એન્જિનિયરિંગ કોલેજ મોડાસા એલ્યુમની એસોસિએશન ) ” નામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનની રચના કરી છે . કોઈપણ સંસ્થાના વિકાસ અને વૃદ્ધિમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.તેમના સહકારથી સંસ્થાને શ્રેષ્ઠતાનું આગલું સ્તર હાંસલ કરવામાં મદદ મળે છે . સરકારી ઈજનેરી કોલેજ , મોડાસાના કેમ્પસ ખાતે ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો સંમેલન સમારોહ ALUMNI MEET - 23 તા . ૦૪ માર્ચ , ૨૦૨૩ શનિવારના રોજ યોજાશે . આ સમારોહમાં અંદાજીત ૪૦૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે ભાગ લેવા જઈ રહ્યા છે . તદુપરાંત સંસ્થામાં આજદિન સેવા આપી ચુકેલા તમામ પ્રોફેસરોને પણ આમંત્રિત કરાયા છે . ENCOMAR સંસ્થાના આચાર્યશ્રી ડૉ.બી.જે.શાહ એ વધુમાં વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંસ્થા સાથે જોડાઈ રહે અને એકબીજાને મદદરૂપ થાય તેવું આહવાન સાથે આયોજન કરેલ છે . સદર સંમેલનના આયોજન તેમજ સંચાલનમાં સરકારી ઈજનેરી કોલેજના એલ્યુમની એસોસીએશનના સભ્યો , તમામ ફેકલ્ટી , કર્મચારીઓ તેમજ વૉલેનટીયર્સ વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ સંમેલનને સફળ બનાવવામાં માટે પ્રયત્નો કરી રહેલ છે.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]