ભાભર નગરપાલિકા વિસ્તારમાં રોગચાળા અટકાયતી પગલાં માટે સર્વેલન્સ ટીમ વર્ક કામગીરી કરવામાં આવી
ભાભર નગરપાલિકા વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ભાભર ની સુચનાથી મેડિકલ ઓફિસરશ્રી પ્રા.આ.કે - તેતરવા ડૉ. પ્રવીણભાઈ ચૌધરી અને ભાભર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરશ્રી ડૉ. પ્રદીપભાઈ પરમાર અને ચીફ ઓફિસર નગરપાલિકા ભાભરના નિરીક્ષણ હેઠળ રોગચાળા અટકાયતી પગલાની કામગીરી કરવામાં આવી.
આજે ભાભર તાલુકાના ૨૧ MPHW અને ૫ સુપરવાઇઝરશ્રીઓની ટીમ દ્વારા ભાભર નગરપાલિકા વિસ્તારમાં રોગચાળા અટકાયતી પગલા માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી સર્વેલન્સ દરમિયાન ઝાડાના ૨ કેસ, શરદી ખાંસીના ૨૮ કેસ અને તાવના ૧૨ કેસ મળેલ. તેમને સ્થળ પર સારવાર આપવામાં આવે તેમજ નગરપાલિકાના પાણીમાં સંપનું ક્લોરીનેશન ટેસ્ટ કરતા પોઝીટીવ માલુમ પડેલ લીકેજ પાઇપ લાઇન જોવા મળલ ન હતી
જેમાં ભાભરની અંબેશ્વર સોસાયટીની રૂબરૂ મુલાકાત લેતા ભૂગર્ભ ગટર લાઈન ઉભરાતા પાણીનો ભરાવો થયેલ તેમાં નગરપાલિકા દ્વારા બળેલું ઓઇલ તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ છે
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.