લુણાવાડા પોલીસે બાતમીના આધારે દાહોદ ડેપોની બસમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો
નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ રેન્જનાઓએ પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરવા આપેલ આદેશ આધારે પોલીસ અધિક્ષક મહીસાગર તથા નાયબ પોલીસ અધિક્ષક લુણાવાડા વિભાગ લુણાવાડા તરફથી પ્રોહી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે લુણાવાડા પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ભરવાડ તેમજ પોલીસના માણસોની ટીમ બનાવી પ્રોહી ગુન્હાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સપેકટર આર.ડી.ભરવાડને બાતમી મળેલ કે દાહોદ ડેપોની એસ.ટી. બસનં.GJ-18-2-5395 માં એક પુરૂષ તથા મહીલા પ્રોહી મુદ્દામાલ સાથે બેસેલ હોવાની બાતમી આધારે લુણાવાડા બસ સ્ટેશનમાંથી (૧)મનોજભાઇ ભરતભાઇ ગરાસીયા રહે.નીચલું ફળીયુ તા.દાહોદ જી.દાહોદ (ર) વનાબેન વિછીયાભાઇ પરમાર રહે.વરમખેડા ગનાવા ફળીયુ તા.દાહોદ જી.દાહોદ નાઓને એક મીણીયા થેલાઓમા વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ ૨૪૦ કિંમત રૂપિયા ૨૭,૩૧૧/-તથા બે મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂપિયા ૩૨,૮૧૧/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામા આવેલ છે.અને આરોપીઓ વિરૂધ્ધ લુણાવાડા પો.સ્ટે.માં પ્રોહી એકટ કલમ ૬૫(ઇ),૮૧ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.આમ લુણાવાડા પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.