બાબરા તાલુકાના ઈશ્વરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના પશુપાલન મંત્રીને પત્ર પાઠવી યોગ્ય સારવાર કરવા રજુઆત કરી.. - At This Time

બાબરા તાલુકાના ઈશ્વરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના પશુપાલન મંત્રીને પત્ર પાઠવી યોગ્ય સારવાર કરવા રજુઆત કરી..


બાબરા તાલુકાના ઈશ્વરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના પશુપાલન મંત્રીને પત્ર પાઠવી યોગ્ય સારવાર કરવા રજુઆત કરી..
તાલુકા પશુ અધિકારી તેમજ મદદનીશ પશુપાલન નિયામક દ્વારા ઈશ્વરિયા ગામની મુલાકાત કરી પશુઓનું નિરીક્ષણ કરાયું...

ગ્રામ્ય વિસ્તારોમાં પશુ તબીબો નિયમિત ડે ટુ ડે મુલાકાત કરી બીમાર પશુઓની સારવાર કરે ધારાસભ્ય ઠુંમર..

બાબરા તાલુકાના પાંચાલ વિસ્તારના ઈશ્વરિયા,નાનીકુંડળ,અને કરી યાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકોમાં તેમજ માલધારીઓ ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે આ વાયરસના કારણે પશુઓના મૃત્યુ નિપજતા પશુપાલન વ્યવસાય પર નભતા માલધારીઓ આજીવિકા નો પ્રશ્ન ઉભો થયો છે
ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરને ઈશ્વરિયા ગામના માલધારી દ્વારા પશુઓમાં થતા વાયરસ બાબતે સઘળી વિગતો જણાવતા ધારાસભ્ય ઠુંમરે રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવી જણાવ્યું છે કે બાબરા તાલુકાના ઈશ્વરિયા ગામે પશુપાલન વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા માલધારીઓના લમ્પી વાયરસ આવતા પશુઓ ગંભીર બીમારીમાં સપડાયા છે તેમજ પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે આ રોગ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ નો પ્રસરે અને માલધારીઓના પશુઓ સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સારવાર ત્વરિત કરવામાં આવે તેવી રજુઆત સાથે માંગણી કરવામાં આવી છે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના રજુઆતના પગલે તાત્કાલિક અસરથી ઈશ્વરિયા મુકામે તાલુકાના પશુ અધિકારી તેમજ મદદનીશ પશુપાલન નિયામક દ્વારા ગામના સરપંચને સાથે રાખી બીમાર પશુઓનું નિદાન કરી માલધારીઓ સાથે બેઠક કરી પંચરોજકામ કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું અહીં ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના શરીરમાં ચાંદા પડેલ છે અને પશુ કંઈપણ ખાતી પીતી નથી આંખ તેમજ નાકમાં લોહીના નમૂના લેવામાં આવ્યા છે જેને આગળ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જ્યાંથી રિપોર્ટ આવે સચોટ નિદાન થઈ શકશે.
પશુ અધિકારીઓ દ્વારા ગામના સ્થાનિક માલધારીઓ તેમજ પશુપાલકો સાથે બેઠક કરી આ રોગની યોગ્ય સમજણ આપી જણાવ્યું હતું કે આ ચેપી વાયરસ હોવાથી માખી તેમજ મચ્છરના કારણે આ રોગ વધુ ફેલાય રહ્યો છે જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ નો વધે તેની કાળજી રાખવી તેમજ બીમાર પશુઓને દૂર રાખવા તેમના નિરણ પાણી પણ અલગ રાખવા જેથી તંદુરસ્ત પશુઓ ને આ વાયરસથી બચાવી શકાય હાલ તમામ બીમાર પશુઓની યોગ્ય સારવાર અને સંભાળ રાખવામાં આવી રહી છે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે તાલુકાના પશુ અધિકારીઓ તેમજ જિલ્લાના પશુપાલન અધિકારી અને નિયમકને સૂચના આપી જણાવ્યું હતું ઈશ્વરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પશુ તબીઓ દ્વારા ડે ટૂ ડે મુલાકાત કરવામાં આવે અને બીમાર પશુઓ યોગ્ય સારવાર મળે તેમજ માલધારીઓ ને આ વાયરસ તેમજ રોગ વિશે પૂરતી જાણકારી આપવામાં આવે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.