ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી શરાફી સહકારી મંડળી-ઉપલટાની ૪૮ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ - At This Time

ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી શરાફી સહકારી મંડળી-ઉપલટાની ૪૮ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ


(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૨૦ જુન ૨૦૨૨, ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવે ગ્રીન વીલેજ હોટલ ખાતે ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી શરાફી સહકારી મંડળી-ઉપલેટાની ૪૮ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ ના અહેવાલની વિગતો રજૂ કરવામાં આવી હતી તેમજ સિનિયર કર્મચારીઓ તેમજ ઉપસ્થિત મહેમાનોનું કર્મચારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ જે કર્મચારીઓ આવનારા દિવસોમાં નિવૃત્ત થવાના છે તે કર્મચારીઓનું આ કાર્યક્રમની અંદર શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે ઉપલેટા તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી સહકારના મેહુલભાઈ સોજીત્રા, આર.ડી.સી. બેંક નવાપરા શાખાના મેનેજર જાસ્મીન વસોયા, ઉપલેટા ડેપ્યુટી એસ.એ. નટુભાઈ ભુવા, ધોરાજી ડેપ્યુટી એસ.ઓ. અમિતભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સાથે આવનારા દિવસોમાં નિવૃત થનાર ઉપલેટા ઇલેક્ટ્રિક આસીસ્ટંટ જે.એન. ઝાલા, આસીસ્ટંટ લાઈનમેન પી.ડી. ધોકિયા, ધોરાજીના લાઈનમેન વી.આર. ડોલેરાનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરી અને વાર્ષિક અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે મંડળીના પ્રમુખે જણાવ્યું હતું કે ઉપલેટાની મંડળીમાં લોનની કેપેસીટી પાંચથી વધારીને આઠ લાખ કરવામાં આવી છે ઉપરાંત રીકવરી માટેનો સમય પાંચથી બદલીને છ વર્ષ કરવામાં આવ્યો છે.

ઉપલેટામાં યોજાયેલ આ સન્માન કાર્યક્રમમાં ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી શરાફી સહકારી મંડળી-ઉપલેટાના પ્રમુખ એચ.એમ. સુવા, મંત્રી, એલ.ડી. વસરા, ઉપ-પ્રમુખ સી.પી. દેસાઈ, કારોબારી સભ્ય એન.બી. ભુવા, એમ.એમ. વાળા, એમ.એસ. ચૌહાણ, વી.પી. રાવલ, બી.જે. સોલંકી, સી.એમ. ભટ, એ.આર. દેસાઈ, વી.કે. સુવા સહિતનાઓએ આ કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી અને આ કાયક્રમમાં ઉપલેટા, ધોરાજી, ભાયાવદરના કર્મચારીઓ અને મહિલા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon